Video: ગર્લફ્રેન્ડના લગ્નમાં સાડી પહેરી પહોંચી ગયો યુવક, ઝડપાઈ જતા થઈ ગયો હોબાળો

Viral Video: પ્રેમ માટે લોકો શું-શું કરતા હોય છે. કોઈ ઝગડો કરી લે છે તો કોઈ જીવ પણ આવી દે છે. પોતાનો પ્રેમ મેળવવા માટે લોકો દરેક પ્રયાસ કરે છે, જે કરીવ શકે છે. આ પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું કરી બેસે છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગે છે. આવી ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે. અહીં એક યુવક દુલ્હન બનીને પોતાની ગર્લફ્રેન્ડના લગ્નમાં પહોંચી છે... 

જીવનભર આ પાઠ યાદ રાખશે યુવક

1/5

તમે હંમેશા પ્રેમમાં પાગલ લોકોને જોયા હશે પરંતુ કોઈ વસ્તુની અતિ મુશ્કેલીનું કારણ બને છે. ઉત્તરપ્રદેશમાં પ્રેમમાં પાગલ યુવકે એક એવું પગલું ભર્યું કે તેને આજીવન યાદ રહેશે. 

 

          View this post on Instagram                      

A post shared by Meme wala (@memewalanews)

યુવતીઓની જેમ તૈયાર થયો યુવક

2/5
image

જાણકારી પ્રમાણે આ યુવકના ગર્લફ્રેન્ડના લગ્ન થવાના હતા. તેને ઘરની બહાર જવાની મંજૂરી નહોતી. આ વાત જ્યારે આશિકને ખબર પડી તો તેણે ગર્લફ્રેન્ડને મળવાનો પ્લાન બનાવ્યો. તે સાડી પહેરીને ત્યાં પહોંચી ગયો. યુવક મહિલાઓની જેમ તૈયાર થયો હતો. તેણે મેકઅપ પણ કર્યો હતો.   

યુવતીના પરિવારજનોને શંકા ગઈ

3/5
image

યુવક મહિલાઓના કપડા પહેરીને પ્રેમિકાના ઘર પહોંચ્યો હતો. પરંતુ તેની ચાલ અને વર્તન પર યુવતીના પરિવારજનોને શંકા ગઈ અને તે ઝડપાઈ ગયો. ત્યારબાદ યુવક ભાગવા લાગ્યો પરંતુ યુવતીના પરિવારજનોએ યુવકનો પીછો કરીને ઝડપી લીધો હતો.   

યુવતીના પરિવારજનોએ જાહેરમાં કર્યું અપમાન

4/5
image

જ્યારે યુવતીના પરિવારજનોએ આશિકને ઝડપી લીધો તો તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધુ. યુવક પ્રયાસ કરી રહ્યો હતો કે તેનો ચહેરો સામે ન આવે. તે ઘુંઘટમાં ચહેરો છુપાવી રહ્યો હતો. થોડા સમય સુધી ચાલેલી આ બબાલ બાદ યુવક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

જુઓ આ વાયરલ વીડિયો

5/5
image

વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કહ્યું કે, આ યુવકે તો બધાને ગોવિંદાની ફિલ્મની યાદ અપાવી દીધી, જેમાં તે મહિલા બનીને માશૂકાને મળવા જતો હતો. પરંતુ હકીકત અને રિયલ લાઇફમાં ઘણો તફાવત હોય છે. વાયરલ વીડિયો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યાં છે.