શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ આતંકી સંગઠન અલ-બદરના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. આ સાથે પોલીસે ચાર હાઈબ્રિડ આતંકવાદીઓ અને તેના ત્રણ સહયોગીઓની બારામુલા જિલ્લાથી ધરપકડ કરી છે. અહીં પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ગુપ્ત જાણકારી મળી હતી કે અલ બદ્ર સોપોરમાં ઘણી જગ્યાએ સુરક્ષા દળો અને પોલીસ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. આતંકીઓની શોધમાં આ ઓપરેશન રાવોચા રાફિયાબાદમાં ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન અલ બદર સાથે જોડાયેલા ત્રણ હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આતંકીઓની ઓળખ રાવોચા રાફિયાદાબના રહેવાસી વારિસ તાંત્રે, સોપોરના રહેવાસી આમિર સુલ્તાન વાની અને હંદાવાડાના તારિખ અહમદ ભટ્ટ તરીકે થઈ છે. 


આ પણ વાંચોઃ પરિવારનું, પરિવાર માટે અને પરિવાર દ્વારા શાસન, પીએમ મોદીએ સપા પર કર્યા પ્રહાર


પ્રારંભિક પૂછપરછમાં, તેણે કબૂલાત કરી છે કે તે છેલ્લા બે વર્ષથી અલ-બદર આતંકવાદી સંગઠનના માસ્ટર્સના સંપર્કમાં હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ પછી તેણે પાકિસ્તાન સ્થિત ટેટર હેન્ડલર્સ વિશે પણ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે યુસુફ બલૂસી અને ખુર્શીદ જમ્મુ-કાશ્મીરના અનંતનાગના રહેવાસી છે. આ બંનેએ તેમને રફિયાબાદમાં અલ-બદર માટે યુવાનોની ભરતી કરવા, તેમને સામગ્રી પૂરી પાડવા અને તેમને હથિયારો આપીને સક્રિય આતંકવાદી બનાવવાનો આદેશ આપ્યો હતો.


આ ખુલાસા પછી, પોલીસે અન્ય હાઇબ્રિડ આતંકવાદી અશરફ નઝીર ભટ્ટની ધરપકડ કરી. અશરફ બાંદીપોરાના રહેવાસી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ સિવાય આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયની ઓળખ ડ્રંગસુના રહેવાસી મોહમ્મદ અશરફ મલિક, કલામાબાદ માવર હંદવાડાના રહેવાસી મોહમ્મદ અફઝલ થોકર અને શેરહામા માવર હંદવાડાના રહેવાસી શબીર અહેમદ શાહ તરીકે થઈ છે.


આ પણ વાંચોઃ જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરમાં નિધન, ઉદ્યોગ જગતમાં શોકની લહેર


ડીઆઈજી (ઉત્તર કાશ્મીર) ઉદય ભાસ્કરે જણાવ્યું કે તેમની પાસેથી હથિયારો સહિત અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી રોકડ અને યુદ્ધની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે હાઈબ્રિડ આતંકવાદીઓ તે આતંકવાદીઓ છે જેનો ઉપયોગ આ આતંકવાદી સંગઠનો કોઈ ખાસ અને મોટા કામને અંજામ આપવા માટે જ કરે છે.


સુરક્ષાદળોની યાદીમાં આ આતંકીઓના નામ નોંધાયેલા હોતા નથી. એટલે કે તે છુપાયેલા રહે છે અને જરૂર પડવા પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube