CBI સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સામે ફરિયાદકર્તાને મળશે પોલીસ સુરક્ષા, SCનો આદશે
સાનાની અરજી પણ રદ કરી હતી, જેમાં તેણે સુપ્રીમ કોર્ટને રિટાયર્ડ જજ એકે પટનાયકની હાજરીમાં તેમનું નિવેદન આપવાની માંગ કરી હતી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ પોલીસને મંગળવારે આદેશ કર્યો કે સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની સામે કથિક લાંચ લેવાના મામલે ફરિયાદકર્તા વ્યાપારી સતીશ સનાને પર્યાપ્ત સુરક્ષા આપવામાં આવી જોઇએ.
ચીફ જસ્ટિસ રંનજ ગોગોઇ, જજ યૂયૂ લલિત અને જજ એમ જોસેફની પઠીએ સના સામેની સીબીઆઈની કાર્યવાહી ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવાનો નકાર્યું હતું. આ ઉપરાંત, તેમણે સાનાની અરજી પણ રદ કરી હતી, જેમાં તેણે સુપ્રીમ કોર્ટને રિટાયર્ડ જજ એકે પટનાયકની હાજરીમાં તેમનું નિવેદન આપવાની માંગ કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: CBI વિવાદ: અસ્થાના લાંચકાંડની તપાસ કરી રહેલા એકે બસ્સી પણ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, કહ્યું- SIT તપાસ થાય
સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટરની સામે એફઆઈઆર સનાની ફરિયાદ પર જ દાખલ કરવામાં આવી હતી. સનાએ સોમવારે ટોચની અદાલતથી પોલીસ સુરસા આપવા અને પૂછપરછ માટે એજન્સી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર રોક લગાવવાની માંગ કરી હતી.
સીબીઆઇના આંતરિક વિખવાદમાં મંગળવારે નવો વળાંક આવ્યો હતો. સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાન પર લાગેલા લાંચના આરોપની તપાસ કરી રહેલા સીબીઆઇના અધિકારી એકે બસ્સીએ પણ મંગળવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે તેમને ટ્રાન્સફરને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.
સીબીઆઇ અધિકારી એક બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સંપૂર્ણ મામલાની એસઆઇટી તપાસ કરવાની માંગ કરી છે. એકે બસ્સીએ દાવો કર્યો છે કે અસ્થાનાની સામે શંકાસ્પદ સામગ્રી, ફોન રેકોર્ડ્સ, વ્હોટ્સ અપ સંદેશાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. બસ્સીના વકીલે મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેન્ચને અરજી પર શુક્રવારે સુનાવણી કરવાની માંગ કરી જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે ‘અમે જોઇશું’