નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈનાં રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરી લેવામાં આવશે. ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. 18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. 29 જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે.  અત્રે જણાવવાનું કે નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાની છે. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ સુધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  ખંડણીખોરોએ અપહરણ કર્યું, આતંકી હુમલામાં તાજમાં ફસાયા, છતાંય કેમ અદાણીનો વાળ પણ ન થયો વાંકો?
 


Yoga Day 2022: દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ ફિટનેસ માટે શું કરે છે? બધાનો છે એક જ ફંડા પહેલા સરળ હતી ચૂંટણી પ્રક્રિયા, પરંતુ બાદમાં વધુ જટિલ કરવાની ફરજ પડી: ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે. શરૂઆતમાં આ સંખ્યા 2-2 હતી એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે માત્ર બે મંજૂરકર્તા અને બે નામાંકિત ધારાસભ્યોની જરૂર હતી. તેથી તે સમયે ચૂંટણી લડવું ખૂબ જ સરળ હતું. આ નિયમનો કેટલાક વર્ષો સુધી દુરુપયોગ પણ થતો હતો. 1974માં સંવિધાનમાં સંશોધન કરીને બે-બે ધારાસભ્યોની અનિવાર્યતાને હટાવીને 10-10 કરવામાં આવી. ત્યારબાદ 1997માં સંશોધન કરીને આ સંખ્યા 50-50 કરવામાં આવી. એટલે કે હવે કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવી હોય તો ચૂંટણી પ્રક્રિયામાં શામેલ થનારા ઓછામાં ઓછા 100 ધારાસભ્ય તેને જાણતા હોય, તે જરૂરી છે.

આ પણ વાંચોઃ  ઓફિસમાં કમ્ફર્ટેબલની સાથે સ્ટાઈલિશ દેખાવા માંગો છો? તો ફાલતુની ફેશન છોડી આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન ચૂંટણીમાં કોણ-કોણ મતદાન આપી શકે છે: - દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી થાય છે એટલે કે તેમાં જનતા મતદાન નથી કરી શકતી. રાજ્યસભા અને વિધાન પરિષદમાં નામાંકિત સભ્યો અને વિધાન પાર્ષદ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા. માત્ર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો અને ધારાસભ્યો જ મતદાન કરી શકે છે. - જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. - રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય માત્ર એક જ વોટ આપી શકે છે.

આ પણ વાંચોઃ  શરીર પર આ 7 નિશાન વાળી મહિલાઓ હોય છે કિસ્મતવાળી, દરેક જગ્યાએ થાય છે સફળ જો કોઈ રાજ્યમાં વિધાનસભા જ ભંગ થઈ ગઈ તો: બંધારણની કલમ 71(4)માં જણાવ્યાનુસાર, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોઈપણ સંજોગોમાં અટકાવવામાં નહીં આવે. જો કોઈ રાજ્યની વિધાનસભા ભંગ થઈ જાય અથવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની બેઠકો ખાલી હોય તો પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સમયસર યોજવામાં આવે છે. સૌથી વધુ મત મળે તો પણ જીત નક્કી નહીં: સામાન્ય રીતે, સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને તેની બેઠકનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર કે જીતનો નિર્ણય મતોની સંખ્યાનાં આધારે નહીં પરંતુ મતોના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને સાંસદો અને ધારાસભ્યોના કુલ મતના અડધાથી વધુ મત મેળવવાના હોય છે.

આ પણ વાંચોઃ  Instagram Storyમાં આવી રીતે એડ કરો Music, થઈ જશે Likesનો વરસાદ! મિત્રો પૂછશે...શું જાદુ કર્યું? આ પ્રકારે ખબર પડે છે સભ્યોના મતનું મૂલ્ય: ધારાસભ્યોના મતોનું મૂલ્ય: રાજ્યના ધારાસભ્ય પાસે કેટલા મત છે તે જાણવા માટે, તે રાજ્યની વસ્તીને રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યારબાદ જે નંબર આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. પછી રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય ખબર પડે છે. સાંસદના મતનું મૂલ્યઃ સાંસદોના મતનું મૂલ્ય જાણવું થોડું સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. પછી જે અંક આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે. જો આ રીતે ભાગ્યા પછી શેષ 0.5 થી વધુ હોય, તો વેટેજમાં એકનો વધારો થાય છે. એટલે કે સાંસદના વોટની કિંમત 708 છે. એટલે કે 776 સાંસદો (543 લોકસભા અને 233 રાજ્યસભા)ના કુલ મતોની સંખ્યા 5,49,408 છે.


આ પણ વાંચોઃ  5G આવવાથી શું ફાયદો થશે? સૌથી પહેલાં ગુજરાતના આ શહેરોને મળશે 5Gનો લાભ, જુઓ લીસ્ટ 1971ની વસ્તીના આધારે ગણતરી કરવામાં આવે છે: બંધારણનાં (84માં સુધારા) અધિનિયમ 2001 મુજબ, હાલમાં રાજ્યોની વસ્તી 1971ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જે 2026 પછીની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત કર્યા પછી બદલાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube