Instagram Storyમાં આવી રીતે એડ કરો Music, થઈ જશે Likesનો વરસાદ! મિત્રો પૂછશે...શું જાદુ કર્યું?
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. એમાંય સેલિબ્રિટિઝની સાથો-સાથ હવે યુવા વર્ગમાં ઈન્સ્ટાગ્રામનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. લોકો વિવિધ વીડિયા બનાવીને તેની સ્ટોરી અને પોસ્ટ અહીં મુકતા હોય છે. તેને વધુ સારી રીતે ટ્રીટ કરવા માટે આ જાણકારી તમને કામ લાગશે.
Trending Photos
નવી દિલ્લીઃ instagramમાં ઘણા નવા ફિચર્સ આવી ગયા છે. આ ફિચર્સનો ઉપયોગ કરીને તમે શાનદાર સ્ટોરી તૈયાર કરીને અપલોડ કરી શકો છો. જેમાં મ્યૂઝિક એડ કરવાનું પણ એક ધમાકેદાર ફીચર છે. આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી સ્ટોરીને કેવી રીતે દમદાર બનાવી શકો છો. ફોટો અને શોર્ટ વીડિયો શેર કરીને લોકોની લાઈક મેળવી શકો છો. લાઈક મેળવવા માટે તમારે આ મ્યૂઝિક ફીચરનો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની શરૂઆત 2018માં થઈ હતી. આ ફીચરની મદદથી યીઝર્સ તેમના ફોટા અથવા વીડિયો પર પોતાના મૂડના હિસાબથી મ્યૂઝિક એડ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈ પણ મ્યૂઝિક સામેલ કરવા માટે મ્યૂઝિક લાયબ્રેરીનો ઉપયોગ કરવો પડશે. જેમાં ઘણા આર્ટિસ્ટ અને સંગીતકારના સોન્ગ તમે સિલેક્ટ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સ્ટોરીઝમાં મ્યૂઝિક એડ કરી શકે છે.
આવી રીતે એડ કરો મ્યૂઝિકઃ
મ્યૂઝિક એડ કરવા માટે ઈન્સ્ટાગ્રામના ટોપ લેફ્ટ સાઈડ પર રહેલા ઓપ્શન પર ક્લીક કરો. જેમાં ફોટો અને વીડિયો અપલોડ કરવાના વિકલ્પ કર જાઉ. તે પછી તમે તેમાં અમુક મોડિફિકેશન પણ કરી શકો છો. જેના વિકલ્પો અંદર જ છે.
કેપ્શન અને સ્ટિકર્સનો પણ વિકલ્પઃ
આ બાદ તમે કેપ્શન અને સ્ટિકર્સ વગેરે એડ કરી શકો છો. તેમાં કેપ્શન લખ્યા બાદ તમે સ્ટોરીમાં સોન્ગને સેવ કરી શકો છો.
પ્રોસેસમાં આવી રીતે આગળ વધોઃ
આ પછી ઉપરની તરફ રાઈટ હેન્ડ તરફ આવેલા સ્ટિકર આઈકોન પર ક્લીક કરો. જેમાં ઘણા સ્ટિકર ઓપન થશે. જેમાંથી તમે કોઈ એકને સિલેક્ટ કરીને ઉપયોગ કરી શકો છે. તેમાં મ્યૂઝિક એડ કરવાનો વિકલ્પ પણ સામે દેખાશે. સોન્ગ સિલેક્ટ કર્યા બાદ તને તેને સ્ટોરીમાં એડ કરીને અપલોડ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે