PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા
ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી.
વારાણસી : ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી.
અરૂણ જેટલીના સ્વાસ્થય અંગે ફેલાવાઇ રહેલી અફવાઓ ખોટી: સરકારની સ્પષ્ટતા
લોકસભા ચૂંટણીમાં મળેલા અભુતપુર્વ વિજય બાદ વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ અને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે.જેના કારણે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બીજી તરફ નરેન્દ્ર મોદીના સમર્થકોને મેલી નજરનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે કાશીના કોતવાલ તરીકે ઓળખાતા કાળ ભૈરવ મંદિરે તેમના સમર્થકો પહોંચ્યા હતા. અહીં તેમણે કાળ ભૈરવની પુજા કરીને વડાપ્રધાનને કાળી નજરથી બચાવવા માટે પ્રાર્થના કરી હતી.
જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED
નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી: PMએ આપ્યો જડબાતોડ જવાબ
ત્યાર બાદ કાળ ભૈરવ મંદિરના પુજારીઓ દ્વારા રવિવારના શુભ દિવસે વડાપ્રધાન મોદીના પ્રતિક સ્વરૂપ મોદીના કટ આઉટનું કાળ ભૈરવ દંડ સાથે ઝાડ ફુંક પણ કરી હતી અને કાળ ભૈરવનાં સુરક્ષા કવચ તરીકેનો ગંડો પણ તેમને બાંધ્યો હતો. પુજારીઓએ બટુક ભૈરવ સ્ત્રોલ, કાળ ભૈરવ અષ્ટક સ્તોત્ર અને નવગ્રહ શાંતિ પુજન પણ કર્યું. પુજારીઓએ મોદી સમર્થકોને આશા છે કે તેમના આ ઉપાયથી દેશના વડાપ્રધાન પર લાગેલી તમામ મેલી નજર અને બાધાઓથી મુક્તિ મળશે અને તેમના પર કાળ ભૈરવનો આશિર્વાદ સદાય જળવાઇ રહેશે.