કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દૂર્ઘટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (12303)ના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (12303)ના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મોડી રાત્રે 12.50 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની કપ્લિંગ તૂટી જવાના કારણે ટ્રેનના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના રુમા નગરની પાસે સર્જાઇ છે.
વધુમાં વાંચો: સ્પાઇસ જેટે જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા
ઘટના સમયે ટ્રેનની ગતી લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. કપ્લિંગ તુટી જવાના કારણે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા આગળ નીકળી ગયા હતા. જ્યારે 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર સર્જાઇ હતી.
સમુદ્રમાં તરતો ભવ્ય રાજમહેલ જોયો છે ? ભારતની પહેલી ક્રુઝ સર્વિસ ચાલુ
આ છે હેલ્પલાઇન નંબર
જો આ ટ્રેનમાં તમારો કોઇપણ પરિવારનો સભ્ય સવાર હતો અને તમે તેના વિશે જાણકારી મેળવી શકો છો. રેલવેની હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. તમે તેના પર કોલ કરી તેમારા સંબંધીની જાણકારી મેળવી શકો છો. હેલ્પલાઇન નંબર 033) 26402241, 26402242, 26402243, 26413660.
વધુમાં વાંચો: ત્રિપોલીમાંથી તુરંત જ નિકળી જાઓ ત્યાર બાદ નહી બચાવી શકીએ: સુષ્મા
દુર્ઘટના પર બોલ્યા અધિકારી
દુર્ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાધિકારી, એસએસપી અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કાનપુરના ડીએમ વિજય વિશ્વાસ પંતે કહ્યું કે, ઇજાગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે. યાત્રિઓને લક્ષ્યસ્થાન સુધી પહોંચાડવા બસની સુવિધાઓ કરવામાં આવી છે.
વધુમાં વાંચો: Google પાસે માંગ્યું રિફંડ તો ગુગલે મોકલી એવી ગીફ્ટ, ગ્રાહક થઇ ગયો આશ્ચર્યચકિત !
રેલ મંત્રાલયની પ્રવક્તા સ્મિતા વત્સ શર્માએ ANI સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. ના કોઇને ગંભીર ઇજા પહોંચી છે. બધા યાત્રીઓ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એક્સિડેન્ટ રિલીફ ટ્રેન (ART) અને એક્સિડેન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપ્મેન્ટ (ARME)ને ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યા હતા. જે મેઇન રૂટ છે તે ટ્રેનના ટ્રેક પરથી ઉતરી જવાથી પ્રભાવિત થયો છે.
વધુમાં વાંચો: આઝમ ખાને ધર્મના આધારે માંગ્યા મત, મુસ્લિમો એક થઇ જાય તો ભાજપ જતું રહેશે
હાલમાં આ રૂટથી અન્ય 13 ટ્રેનને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેન રદ પણ કરવામાં આવી છે.