Google પાસે માંગ્યું રિફંડ તો ગુગલે મોકલી એવી ગીફ્ટ, ગ્રાહક થઇ ગયો આશ્ચર્યચકિત !

સ્માર્ટફોનમાં ખરાબી હોવાના કારણે તેના રિફંડ માટે ક્લેમ કર્યું, જો કે કંપનીએ રિફંડના બદલે તેને અનોખી ગીફ્ટ આપી હતી

Google પાસે માંગ્યું રિફંડ તો ગુગલે મોકલી એવી ગીફ્ટ, ગ્રાહક થઇ ગયો આશ્ચર્યચકિત !

નવી દિલ્હી : તમારો સ્માર્ટફોન ખરાબ થયો હોય અને તમે રિફંડ માટે ક્લેમ કરો અને કંપની તમને 10 સ્માર્ટ ફોન આપે તો તમને કેવું લાગશે. કદાચ તમારી સાથે પણ એવું હોય તો તમને ખુબ જ ખુશી થઇ હોત. એવું જ કંઇક એક યુઝર સાથે થયું. એક પિક્લ 3 (Pixel 3) યુઝરને ગુગલે રિફંડ માંગવાનાં બદલે ખાસ ગિફ્ટ આપી. મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, એક ગ્રાહકે પોતાનાં પિક્સલ 3 સ્માર્ટફોનનું રિફંડ માંગ્યું તો કંપનીએ 10 નવા પિક્સલ 3 સ્માર્ટપોન મોકલી આપ્યા હતા. જો કે યુઝર આ સ્માર્ટને લેવા નથી માંગતું અને પોતાના તમામ પૈસા પરત માંગી રહ્યો છે. 

આઝમ ખાને ધર્મના આધારે માંગ્યા મત, મુસ્લિમો એક થઇ જાય તો ભાજપ જતું રહેશે
गूगल पिक्सल 3, Google Pixel 3, Pixel 3, Cheetohz
કંપનીએ મોકલ્યા 10 નવા પિક્સલ 3 ફોન
રેડિટ ડોટકોમ પર Cheetohz નામથી આઇડી વાળા યુઝરે દાવો કર્યો કે તેણે ગુગલે ખરાબ પિક્સલ 3 સ્માર્ટફોન રિફંડ પર માત્ર 80 ડોલર (આશરે 5500 રૂપિયા) જ આપવામાં આવ્યા. જો કે આ સાથે જ કંપનીએ તેને 10 નવા પિક્સલ 3 ફોન મોકલ્યા છે. યુઝરે કહ્યું કે, આ 10 નવા વ્હાઇટ સ્માર્ટફોન રાખવા નથી માંગતી અને તે આ ફોન પરત કરી દેશે. તેને ગુગલ પાસે આશા છે કે તેને ડિફેક્ટેડ ફોનનું સંપુર્ણ રિફંડ મળી જશે. 

રિફંડ તરીકે ચુકવાયા માત્ર 80 ડોલર
રેડિટ પર યુઝરે એમ પણ લખ્યું કે, દરેક મોટી કંપની સામે કસ્ટમર સર્વિસ મુદ્દે અનેક મુદ્દાઓ આવે છે અને તેવામાં કંપનીનું વલણ એકદમ સ્પષ્ટ હોય છે. જો કે આ મુદ્દે ગુગલનું વલણ યોગ્ય નથી રહ્યું. યુઝરે કહ્યું કે, મારા તરફથી માત્ર રિફંડની માંગ કરવામાં આવી હતી. અને ખરાબ પિક્સલ 3 ફોન મે મોકલ્યો હતો. ગુગલે સંપુર્ણ રિફંડ તો ન ચુકવ્યું અને બદલામાં 80 ડોલર સાથે 10 નવા ફોન મોકલી આપ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news