સમુદ્રમાં તરતો ભવ્ય રાજમહેલ જોયો છે ? ભારતની પહેલી ક્રુઝ સર્વિસ ચાલુ

14માળની ક્રુઝશિપમાં પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર વિશ્વની તમામ સુંદરતા આંખોની સામે હાજર હોય છે

સમુદ્રમાં તરતો ભવ્ય રાજમહેલ જોયો છે ? ભારતની પહેલી ક્રુઝ સર્વિસ ચાલુ

મુંબઇ : સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ 'કર્નિકા'ની સેવા ચાલુ થઇ ચુકી છે. જૈલેશ ક્રૂઝ ટર્મિનલના આંતરરાષ્ટ્રીય સ્તરની કર્નિકા ક્રૂઝ શિપ 14 માળની શાનદાર ક્રુઝ છે. આશરે 2700 પેસેન્જરની ક્ષમતા ધરાવતી કર્નિકા ક્રૂઝની લંબાઇ 250 મીટર છે. સમુદ્ર પર તરતું આ ક્રૂઝ 7 સ્ટાર હોટલ કરતા પણ વધારે સગવડ ધરાવે છે. 

ગોવાનાં ક્રૂઝ ટર્મિનલ પર લાગેલ જૈલેશ ક્રૂઝ ટર્મિનલની ભવ્યતાને જોઇને અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. ભારતના પહેલા ખુબ જ પોશ ક્રુઝશિપ-કર્નિકાની ક્રૂઝની પહેલી યાત્રા મુંબઇથી ગોવા સુધીની થઇ હતી. મોડી સાંજે મુંબઇના કિનારેથી નિકળીને આ ક્રુઝ  ગુરૂવારે સવારે ગોવા પહોંચ્યું. આ ક્રુઝના કારણે ટુરિઝમ રેવન્યુમાં ભારત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. 

યાત્રીઓના ચહેરા પર દેખાઇ રહી છે ખુશી
આ ક્રુઝની પહેલી યાત્રા કરનારા સૈલાનિયોઆ ચહેરા પર ખુશી જોવા જેવી હતી.  ક્રુઝથી ઉતરીને ફરવા માટે જઇ રહેલા યાત્રીઓ અત્યંત ખુશ દેખાઇ રહ્યા હતા. ક્રૂઝથી ઉતર્યા બાદ પણ યાત્રીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. તેઓ ખુબ જ ખુશ દેખાઇ રહ્યા હતા. આ તમામ લોકોનું કહેવું હતું કે મહેમાનોની સરભરાથી માંડીને ક્રુઝમાં થઇ રહેલા પ્રોગ્રામ ખુબ જ શાનદાર હતા. ક્રુઝ પર બર્થડે મનાવીને પરત ફરેલ અક્ષીતા માલીએ કહ્યું કે, બર્થડે ઉજવવા માટે આ ઘણો સારો એક્સપીરિયન્સ રહ્યો. બીજી તરફ યાત્રી દીપકનું કહેવું છે કે આ ક્રુઝની સૌથી ખાસ વાત છે કે અહીં દરેક વર્ગ માટે કંઇક ખાસ અને કંઇક અલગ છે.

લોકોને પણ આપી ક્રુઝની મુસાફરી કરવાની સલાહ
બીજી તરફ અન્ય એક યાત્રી હિમાંશુ પટેલનું કહેવું છે કે દેશનાં પહેલા પ્રીમિય ક્રુઝનો હું સાક્ષી રહ્યો. ખુબ જ સારો અનુભવ રહ્યો. હું લોકોને કહીશ કે તેઓ આ રોમાંચક સફરનો આનંદ જરૂર ઉઠાવે. હું લોકોને કહીશ કે તેઓ આવે અને જુએ કે પ્રિમિયમ ક્રુઝ કેવું હોય છે અને તેની યાત્રા કેવી હોય છે. 

સ્વીમિંગ પૂલ, કોફી અને શોપિંગનો આનંદ ઉઠાવી શકે છે
14 માળની ક્રુઝ શિપમાં પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર વિશ્વની તમામ ખુબસુરત આંખોની સામે હાજર હોય છે. ક્રુઝ શિપમાં શોપિંગની સુવિધા માટે શાનદાર શોપિંગ સેંટર હાજર છે. ખુબ જ આકર્ષક રેસ્ટોરેંટમાં દેશી-વિદેશી ખાવાનું પાકવાની મુસાફરીમાં ચાર ચાંદ લગાવે છે. ક્રુઝમાં 24 કલાક ખુલી રહેતી કોફી શોપ છે. ક્રુઝમાં એક સ્વિમિંગ પુલ, આધુનિક લોન્જ અને મનોરંજનના અનેક રૂમ છે. ક્રુઝનાં સુંદર પેઇન્ટિંગ અને તસ્વીરોથી સજાવાયું છે. ક્રુઝમાં નવી ઉંમરના તથા બાળકોના મનોરંજનનો ખાસ ખ્યાલ રાકવામાં આવ્યો છે. બાળકો માટે એક ખાસ વોટર પાર્ક પણ ક્રુઝમાં બનાવાયું છે. 

રૂમની બારીઓમાંથી જોઇ શકે છે સમુદ્રનો નજારો
ક્રુઝ પર મુસાફરોને પોતાનાં રૂમમાં પગલું મુકતાની સાથે જ ખુબ જ ખાસ હોસ્પિટાલિટીનો એહસાસ ખુશનુમા હોવાનું સ્વાભાવિક છે. સુંદર રીતે સજાવાયેલા રૂમની બહાર નજર કરતાની સાથે જ આકર્ષક નજારાઓ જોવા મળે છે. રૂમની બહાર રહેલી બાલ્કની મુસાફરોને એક અલગ જ વિશ્વમાં લઇ જાય છે. 

ભારતમાં પર્યટનની તકો વધશે
આ ક્રુઝ શરૂ થયા બાદ  ટ્રેવેલ એન્ડ ટુર ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે તેના કારણે દેશમાં આવનારા સમયમાં પર્યટન ક્ષેત્ર નવી ઉંચાઇઓ સ્પર્સશે. ટૂર ઓફરેટર દિગ્વિજય ત્રિપાઠીનું કહેવું છે કે જે લોકો વિદેશમાં જઇને ક્રુઝનો આનંદ ઉઠાવતા હતા, હવે તેમને આ આનંદ દેશમાં જ મળશે. તેમણે કહ્યું કે, આ ક્રુઝની આકર્ષક તસ્વીરોને જોયા બાદ મહત્તમ લોકો તેમાં મુસાફરી કરવા માટે ઉત્સુક હશે. 
હાલ આ ક્રુઝ સેવા મુંબઇથી ગોવા વચ્ચે ચાલુ થઇ છે. ઝડપથી આ આકર્ષક ક્રુઝશિપની સેવાઓ મુંબઇ, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ રૂટો પર પણ હશે. કર્નિક ક્રુઝશિપની દેશી વિદેશી પર્યટકો માટે સિંગાપુર, દુબઇ અને ખાડી દેશોનાં ખુબ જ આકર્ષક શહેરોની સેવાઓ હાજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news