COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં એવા કેટલાક સવાલો હોય છે જેના જવાબ કોઈને ખબર નથી હોતી. પરંતુ સાયન્સ પાસે મોટા ભાગના સવાલના જવાબ હોય છે. આવા જ સવાલોમાંથી એક સવાલ એ પણ છે કે દિવસમાં જ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કેમ કરવામાં આવે છે? રાત્રે કેમ નહીં? તો ચાલો જાણીએ કારણ શું છે, કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફક્ત દિવસ દરમિયાન થાય છે. 


Coronavirus: થઈ જાવ સાવધાન, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના કરશો તો પસ્તાશો


પોસ્ટમોર્ટમ એ ઓપરેશનનો એક પ્રકાર છે, જેમાં શવનું પરિક્ષણ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળે છે. પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સંમતિ ફરજિયાત છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે, જેમ કે હત્યા.


Health Tips: બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા, જાણો આ છે કારણો


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યક્તિના મૃત્યુ પછી 6થી 10 કલાકની અંદર પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ સમય પછી મૃતદેહમાં કુદરતી પરિવર્તન શરૂ થઈ જાય છે. જેમ કે ખેંચાણ. મૃતદેહોના પોસ્ટમોર્ટમનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો છે. આ પાછળનું કારણ એ છે કે રાત્રે ટ્યુબલાઇટ અથવા એલઇડીનું કૃત્રિમ પ્રકાશ આવે છે, ઈજાના રંગ લાલની જગ્યાએ જાંબુડિયા રંગના દેખાય છે અને ફોરેન્સિક સાયન્સમાં જાંબલી રંગની ઈજા વિશે કોઈ ઉલ્લેખ નથી. 


HEALTHY EATING: મોડી રાત સુધી જાગો અને ભૂખ લાગે તો ફિકર નોટ...આ નાસ્તો તમને નડશે નહીં


કુદરતી અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાના વિવિધ રંગના કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. જે. સી મોદીની પુસ્તક જ્યુરીસપ્રુડેન્સ ટોક્સિકોલોજીમાં પણ આનો ઉલ્લેખ  કરવામાં આવ્યો છે, જે ભારતના અદાલતમાં માન્ય છે. આપને એ પણ જણાવી દઈએ કે રાત્રે પોસ્ટમોર્ટમ ના કરવા માટે એક ધાર્મિક કારણ પણ જણાવવામાં આવ્યું છે. કેટલાક ધર્મોમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. આવી સ્થિતિમાં, કેટલાક લોકો રાત્રે પોસ્ટમોર્ટમ નથી કરાવતા.