Health Tips: બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા, જાણો આ છે કારણો

ગામડામાં ચુલા પર બનતા દેશી બાજરીના રોટલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે.પરંતુ બાજરીનો રોટલો શરીરમાં ખુબ જ ઉપયોગી છે.બાજરીનો રોટલો ખાવાથી થાય છે અનેક ફાયદા 

Health Tips: બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા, જાણો આ છે કારણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ શહેરોમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી વધુ ખવાય છે. પરંતુ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે.પણ સૌથી બેસ્ટ બાજરાનો લોટ માનવામાં આવે છે.બાજરીના રોટલામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી બાજરીના રોટલા પાચનતંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે. ગામડાઓમાં મુખ્ય ખોરાક ગણાય છે બાજરીનો રોટલો.દિવસમાં એક વખત તો બાજરીનો રોટલો દરેક વ્યક્તિએ ખાવો જોઈએ.જે લોકો વજન ઘટાડવા માગતો હોય તેમના માટે બાજરીનો રોટલો ખુબજ ફાયદાકારક છે.સાથે બાજરાના રોટલાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદ થાય છે.

No description available. 

હૃદય માટે બેસ્ટ છે બાજરીનો રોટલો 
હૃદય રોગના દર્દીઓ માટે બાજરીનો રોટલો ખુબ જ ગુણકારી છે.બાજરીમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. 

બાજરીથી મજબુત થશે હાડકાં 
હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે.બાજરીમાં રહેલ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હાડકાંઓને હેલ્ધી રાખે છે.ઠંડીની સિઝનમાં રોજ બાજરાનો રોટલો ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી નથી થતી.જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. 

શક્તિનો સોર્સ છે બાજરી 
બાજરીના રોટલા ખાવાથી શરીરને પુરતી એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે.સાથે બાજરીના રોટલાથી શરીર અંદર અને બાહરથી પણ ઊર્જાવાન રહે છે. 

બાજરી ખાશો તો નહીં રહે અપચાની ફરિયાદ 
બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે.જેથી બાજરીના રોટલા ખાધા પછી સરળતાથી પચી જાય છે. સળતાથી પાચન થઈ જતા પાચનતંત્ર પણ દુરસ્ત રહે છે.કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા લોકો બાજરીનો રોટલો ખાવાનું ચાલુ કરી દે.બાજરીને રૂટિન ખોરાક બનાવતો તો કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મળશે. 

Glamorous Look: અભિનેત્રી પાર્વતી નાયરની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ, તમે ફોટો જોયા કે નહીં?

ડાયાબિટીસ અને કેન્સર ખતરો ઘટશે 
બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓનો ખતરો ઘટશે.બાજરીના રોટલો ડાયાબિટીસનો ખતરો ઘટાડે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. 

વજન ઘટાડવા માટે ઉપયોગી છે બાજરી 
આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે અવનવા પ્રયાસો કરતા હોય છે.ત્યારે બાજરીનો રોટલો વજન ઘટાડવા માટે ઉપયોગી છે.બાજરીન રોટલો ખાધા બાદ લાંબા સમય સુધી પટે ભરેલું રહે છે.જેથી વારંવાર ભુખ નથી લાગતી.જેથી બાજરીના રોટલાથી ખોરાક અંકુશમાં રહે છે.જેથી વજન ઘટાડવા માગતા લોકો ઘઉંની રોટલી છોડી બાજરીના રોટલા ખાવાની ટેવ પાડો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news