Coronavirus: થઈ જાવ સાવધાન, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના કરશો તો પસ્તાશો

દિલથી લઈને દિમાગ સુધી કોરોનાની અસર પડવાના કેટલાય સમાચાર આવી ચૂક્યા છે. અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસની અસર આપણા લોહીના પ્રવાહ પર પડે છે. લોહીનો પ્રવાહ રોકાઈ જાય તો ઘણી બધી તકલીફો પડી શકે છે.

Coronavirus: થઈ જાવ સાવધાન, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના કરશો તો પસ્તાશો

બ્યૂરો, અમદાવાદઃ લોહીના પ્રવાહ સાથે જોડાયેલા કેટલાક લક્ષણોને COVID 19 સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.જો તમે કોરોનાથી સાજા થઈ ચૂક્યા છો તો આ 7 સંકેતોની અવગણના તમને ભારે પડી શકે છે.આવો જાણીએ આ 7 સંકોતો કયા છે.

1. ગંભીર બ્લડ ક્લોટિંગ
હોસ્પિટલમાં દાખલ COVID-19ના દર્દીમાં લોહીના થપ્પા બની જવાની સમસ્યા હવે વધુ પ્રમાણમાં જોવા મળે છે. તબીબોનું કહેવું છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને પહેલેથી બિમારીવાળા દર્દીઓમાં બ્લડ ક્લોટિંગ જોખમકારક સાબીત થઈ શકે છે.

2. ફેફસાં અને હૃદયને નુકસાન
COVID 19 ગંભીર બ્લડ ક્લોટિંગ કરી દે છે જેની અસર ફેફસા અને  હૃદય પર થાય છે. એક અભ્યાસ મુજબ બ્વડ ક્લોટના કારણે  ફેફસામાં લોહીનો પ્રવાહ પહોંચતો નથી જેનાથી શ્વાસની તકલીફ થાય છે. બીજા અભ્યાસ મુજબ લોહીના નાના-નાના થપ્પા હૃદયની દિવાલોને નબળી બનાવે છે જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. આના કારણે હાર્ટએટેક
આવાની સંભાવના રહે છે.

3. કિડની ખરાબ થાય છે
બ્લડ ક્લોટિંગના કારણે કિડનીની રક્તવાહીકાઓ પર દબાણ પડે છે જેના કારણે કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. કોરોનાના ગંભીર મામલામાં કિડની ફેલ થવાનો ખતરો રહેલો છે.

4. થ્રોમ્બોસિસ
પગની નસોમાં બ્લડ કોટ બની જાય છે. કેટલાક લોકોને ઈન્જેક્શન લેવાથી સારુ થઈ જાય છે. વધુ પ્રમાણમાં લોકોને આ પગના નીચેના ભાગમાં થાય છે પરંતુ એવા કેટલાય લોકો છે કે તેમને ડીપ વેન થ્રોમ્બોસિસ શરિરના અન્ય અંગોમાં પણ થાય છે. જો સમયસર આની સારવાર કરવામાં ના આવે તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે.

5. શરીરમાં સોજા
કોરોનાના કારણે શરિરમાં સોજા પણ આવી શકે છે. જ્યારે વાયરસ ચામડી પર પ્રહાર કરે છે ત્યારે તે લોહીના કેટલાય થપ્પા બનાવી દે છે જેના કારણે શરિરમાં સોજો આવી જાય છે.આ સોજાના કારણે ખૂબ દુખાવો થાય છે.એક્સપર્ટનું કહેવું છે કે વધારે પડતા લોકો કોરોનાના લક્ષણમાં સોજાની અવગણના કરતા હોય છે જેના કારણે પાછળથી ખૂબ મુશ્કેલી વેઠવાનો  વારો આવે છે.

6. ચામડીનો રંગ બદલાવવો અને ફુલ્લીઓ થવી
ચામડી પર ફુલ્લીઓ થવી અને ત્વચાનો રંગ બદલાઈ જવો એ કોરોનાની સાથે જોડાયેલું એક લક્ષણ હોઈ શકે છે. વાયરસની અસર જ્યારે લોહી પર પડે છે ત્યારે તેના કારણે ચામડી ખરાબ થવા લાગે છે. પગની આંગળીયો અજીબ પ્રકારની થઈ જાય છે. કેટલાક સંશોધનથી જાણવા મળ્યું છે કે, લોહીના પ્રવાહ પર વાયરસનો પ્રભાવ પડતા ચામડીનો રંગ બદલાવા લાગે છે.
કોરોનાના અમુક  દર્દીઓને વાદળી, જાંબુડિયા અથવા લાલ રંગની ફુલ્લીઓ થાય છે.

7. સ્ટ્રોકનું જોખમ
કોરોનાના દર્દીઓમાં  સ્ટ્રોક આવવાનું પણ જોખમ રહે છે. આ જોખમ તેમને પણ થઈ શકે છે જેને હૃદય સંબધીત કોઈ બિમારી ના હોય. બ્લડ પ્રવાહ સરખો ના થાય તો બ્લડ ક્લોટિંગ સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news