નવી દિલ્હીઃ પોતાનાં નિવેદનોને કારણે હંમેશાં વિવાદમાં રહેનારી ભાજપની સાંસદ સાધ્વી પ્રજ્ઞાન ઠાકુરે સોમવારે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા ત્યારે પણ વિવાદ ઊભો કર્યો હતો. સોગંધ લેતા દરમિયાન તેણે જ્યારે પોતાનું નામ બોલ્યું ત્યારે તેના અંગે વિરોધ પક્ષના અનેક સભ્યોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ પક્ષના વિરોધ બાદ કાર્યવાહક અધ્યક્ષ વીરેન્દ્ર કુમારે આશ્વાસન આપ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણીના રજિસ્ટરમાં જે નામ નોંધાયેલું હશે તેને જ ગૃહના રેકોર્ડમાં નોંધવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17મી લોકસભાના પ્રથમ દિવસે સોમવારે નવા ચૂંટાયેલા તમામ સાંસદોને ગુપ્તતાના શપથ લેવડાવાયા હતા, જેમાં રાજ્ય પ્રમાણે સાંસદોના નામ બોલવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સાંસદોને વારો આવ્યો ત્યારે ભોપાલથી ચૂંટાયેલી સાધ્વી પ્રજ્ઞાનું નામ બોલવામાં આવ્યું હતું. 


સાધ્વી પ્રજ્ઞા જ્યારે શપથ લેવા માટે આગળ આવી ત્યારે તેણે પોતાનું નામ 'સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પૂર્ણચેતનાનન્દ અવધેશાનંદ ગિરી' બોલ્યું હતું. તેણે સંપૂર્ણ શપથ સંસ્કૃતમાં લીધી હતી અને શપથ પુરી થયા બાદ 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો હતો.  


પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ, જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ


ઠાકુરના નામ સામે વિરોધ પક્ષે ઉઠાવ્યો વાંધો
સાધ્વીએ જ્યારે પોતાનું નામ વાંચ્યું તો તેની સામે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર કુમારે સાધ્વી પ્રજ્ઞાને બંધારણ કે ઈશ્વરના નામ પર શપથ લેવા જણાવ્યું હતું. સાધ્વીએ કહ્યું કે, તે ઈશ્વરના નામ પર જ શપથ લઈ રહી છે અને ફોર્મમાં તેણે જે નામ લખ્યું છે તે જ બોલી રહી છે. 


પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી 


આ દરમિયાન લોકસભાના અધિકારીઓ અને કર્મચારીઓ રેકોર્ડમાં સાધ્વી પ્રજ્ઞાનું સાચું નામ શોધતા રહ્યા હતા. અધ્યક્ષના હસ્તક્ષેપ પછી ઠાકુરે શપથપત્રમાં નામ પછીનો જે હિસ્સો હતો તે વાંચ્યો હતો. આ સામે પણ કોંગ્રેસના સભ્યો મોડે સુધી વાંધો ઉઠાવ્યો હતો. આખરે અધ્યક્ષે આશ્વાસન આપ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનું જે નામ ચૂંટણીના પ્રમાણપત્રમાં લખેલું હશે તેને જ ગૃહના રેકોર્ડમાં લેવાશે. ત્યાર પછી હોબાળો શાંત થયો હતો. 


ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાન સિંહ ઠાકુરે લોકસભા ચૂંટણીમાં ભોપાલની બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને હરાવ્યા હતા. આ અગાઉ, ચૂંટણી દરમિયાન તે અનેક વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહી હતી. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....