પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ, જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે કે, સવારે 11.00 કલાકથી બપોરે 4.00 કલાક સુધી લોકોએ ઘરમાં જ રહેવું, સાથે જ તમામ સરકારી અને બિનસરકારી નિર્માણકાર્ય પણ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે 
 

પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ, જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ

ગયાઃ ભીષણ ગરમી અને લૂની ઝપટમાં આવીને બિહારના અનેક જિલ્લાઓમાં અત્યાર સુધી લગભઘ 122 લોકોનાં મોત થઈ ગયા છે. રાજ્યના ગયા જિલ્લામાં જ 31 લોકોનાં મોત થયા છે.  ગયાની અનુગ્રહ નારાયણ મગત મેડિકલ હોસ્પિટલમાં 31 લોકોનાં મોતની ઘટના પછી લોકો હચમચી ગયા છે. આથી, પ્રચંડ ગરમીને જોતાં જિલ્લા કલેક્ટર દ્વારા ગયામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. 

જિલ્લા કલેક્ટરે આદેશ બહાર પાડ્યો છે કે, સવારે 11.00 કલાકથી બપોરે 4.00 કલાક સુધી લોકોએ ઘરમાં જ રહેવું, સાથે જ તમામ સરકારી અને બિનસરકારી નિર્માણકાર્ય પણ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. કલેક્ટરના આદેશ અનુસાર, સવારે 11.00 થી 4.00 કલાક દરમિયાન ગયામાં આકસ્મિક સેવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. આ ઉપરાંત સવારે 11થી 4 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારનો જાહેર કાર્યક્રમ પણ રાખી શકાશે નહીં. 

— ANI (@ANI) June 17, 2019

ઉલ્લેખનીય છે કે, રવિવારે માત્ર બિહારમાં લૂ લાગવાથી 30 લોકોનાં મોત થયા હતા. સદર હોસ્પિટલમાં આખો દિવસ લૂથી પીડિત દર્દીઓ આવતા રહ્યા હતા. લોકોનો આરોપ છે કે, તંત્ર દ્વારા અનેક મૃતકોના નામ નોંધવામાં આવ્યા નથી. જેમનું મૃત્યુ હોસ્પિટલ લાવતા દરમિયાન માર્ગમાં થયું છે તેમનું નામ રજિસ્ટરમાં લખવામાં આવ્યું નથી. 

રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને હાલ તાત્કાલિક ધોરણે તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 122 લોકોનાં મોત થયા છે. બિહારના ગયા ઉપરાંત કૈમુર, ઔરંગાબાદ અને નાલંદામાં પણ ગરમીનો કહેર ચાલુ છે. માત્ર ઔરંગાબાદમાં અત્યાર સુધી 60 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news