નવી દિલ્હી : પટિયાલાથી સાંસદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની પરનીત કૌરે શનિવારે પોતાનાં સંસદીય વિસ્તારમાં પ્લાસ્ટિક સફાઇ અભિયાનનું આયોજન કર્યું હતું. શનિવારે આ સફાઇ અભિયાન દરમિયાન પરનીત કૌર બેહોશ થઇ ગયા હતા. પટિયાલના સાંસદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ની પરનીત કૌર પ્લાસ્ટિક સ્વચ્છતા કરવા માટે સ્વચ્છ શ્રમદાન અભિયાનને લીલી ઝંડી દેખાડવા માટે પહોંચ્યા હતા. બીજી તરફ અચાનકથી 75 વર્ષીય પરનીત કૌર બેહોશ થઇ ગયા. એક ડોક્ટરે જણાવ્યું કે, તેમને બ્લડપ્રેશની તપાસ કરતા તે યોગ્ય હતું. ડોક્ટરે જણાવ્યું કે, હવે પરનીત કૌરની તબિયત સારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: ભાગલાવાદીઓના કારણે અમરનાથ યાત્રા સ્થગિત, જમ્મુથી રવાના ન થઈ શક્યા શિવભક્તો 


કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
પરનીક કૌરે ટ્વીટ કરીને કહ્યું કે, તેમણે પંજાબ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હેઠળ સ્વચ્છ શ્રમદાન અભિયાન સફળતાપુર્વક ચાલુ કરવામાં આવ્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લક્યું કે, આ પહેલ હેઠળ અમે પટિયાલાને પોલિથીન મુક્ત રહે. હું તમને બધાને આ આંદોલનમાં જોડવા અને આસપાસનાં વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેના સહયોગનો આગ્રહ કરુ છું. 


કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'
આ અગાઉ પણ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની અને પટિયાલાના સાંસદ પરનીત કૌરને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ દરમિયાન ઇજા થઇ હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટર્સે પરનીત કૌરને આશરે 10 દિવસ સુધી પબ્લિક મીટિંગથી દુર રહેવા અને આરામ કરવા માટેની સલાહ આપી હતી.