પાર્ટીમાં વિવાદ વધ્યા બાદ સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, અસંતુષ્ટ નેતાઓ સાથે થશે ચર્ચા
big reshuffle in congress organisation: 19 ડિસેમ્બરની બેઠક ખુબ મહત્વપૂર્ણ થવાની છે, જેમાં નેતા સ્પષ્ટ રીતે આગળના રોડમેપ પર ચર્ચા કરી શકે છે. એવી ચર્ચા પણ છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઈ શકે છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસની અંદર હલચલ તેજ થઈ ગઈ છે. સોનિયા ગાંધીએ 19 ડિસેમ્બરે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમાં અસંતુષ્ટ નેતાઓની માંગોને સાંભળવામાં આવશે. હકીકતમાં પાર્ટીની અંદર અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધતા ફૂટ સુધીનો ખતરો ઉભો થવા લાગ્યો છે, ત્યારબાદ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે. પાછલા દિવસોમાં પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટીની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરતા એક પત્ર સોનિયા ગાંધીને લખ્યો હતો, ત્યારબાદથી સંકટ વધી રહ્યું છે. એક જૂથના નેતાઓનું કહેવું છે કે હવે તત્કાલ કોઈ પગલા ભરવામાં ન આવ્યા તો પાર્ટીની અંદર વિખવાદ થવો નક્કી છે.
સૂત્રો અનુસાર 19 ડિસેમ્બરની બેઠક ખુબ મહત્વની થવાની છે, જેમાં નેતા સ્પષ્ટ રીતે આગળના રોડમેપ વિશે વાત કરી શકે છે. એવી ચર્ચા છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પાર્ટી નવા અધ્યક્ષની ચૂંટણી કરાવી શકે છે. તે માટે પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે. સૂત્રો અનુસાર 23 નેતાઓના સમર્થનમાં પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ આવી ગયા છે અને તે સોનિયા ગાંધી પાસે તત્કાલ હસ્તક્ષેપની વાત કરી રહ્યાં છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે રાજસ્થાનમાં પણ ફરી રાજકીય સંકટ ઊભુ થઈ રહ્યું છે.
આ પણ વાંચો- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, 2 વર્ષમાં દેશ હશે 'ટોલ નાકા મુક્ત'
માત્ર રાહુલ પર બની શકે છે સહમતિ
સૂત્રો અનુસાર સીનિયર નેતાઓએ તે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેતૃત્વ માટે ખુદ રાહુલ ગાંધી સંપૂર્ણ સક્રિયતા સાથે સામે આવે છે તો તે સ્વીકાર્ય હશે, પરંતુ જો તે પોતાના તરફથી કોઈ ડમી ઉમેદવારને અધ્યક્ષ પદ માટે આગળ કરે છે તો તે સ્વીકાર્ય હશે નહીં અને આવી પરિસ્થિતિમાં પાર્ટી તૂટવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. હકીકતમાં એવા સમાચાર આવ્યા હતા કે રાહુલ ખુદ અધ્યક્ષ પદ ન લઈને પોતાના કોઈ પસંદગીના-નજીકના નેતાને આ પદ પર બેસાડી શકે છે. અસંતુષ્ટ નેતાઓએ ચેતવ્યા કે જો આમ થશે તો તે પડકારશે. આ સિવાય રાહુલની ટીમને લઈને પણ વિવાદ છે.
કમલનાથ બન્યા મધ્યસ્થ?
સૂત્રો અનુસાર અસંતુષ્ટ નેતા અને ગાંધી પરિવાર વચ્ચે ખાઈ ઓછી કરવા અને પાર્ટીને હાલના સંકટમાંથી કાઢવા માટે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યાં છે. કમલનાથના વચ્ચે આવ્યા બાદ 19 ડિસેમ્બરની બેઠક નક્કી થઈ છે. પાર્ટીની અંદર અહમદ પટેલના નિધન બાદ આ પદને ભરવા માટે સંભવિત નામમાં પણ કમલનાથનું નામ આગળ ચાલી રહ્યું છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube