નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં હાજર આતંકી જૂથ ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદની તૈયારીમાં લાગ્યા છે. રિપોર્ટ મુજબ આતંકી જૂથ ભારતમાં સમુદ્ર રસ્તે દાખલ થવા માટે આતંકીઓને સતત તૈયારી કરવામાં લાગ્યા છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે નવી જાણકારી મુજબ પાકિસ્તાનમાં રહેતા આતંકી જૂથ સમુદ્રના રસ્તે ભારતમાં દાખલ થવાનું કાવતરું રચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ સમુદ્રી જેહાદ કરવાની તૈયારીમાં છે ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની સાથે સાથે લાઈન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસી પાર મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાની મૂવમેન્ટ જોવા મળી છે. ગુપ્તચર એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટ અનેક વિસ્તારોમાં એક્ટિવ છે. જે ભારતીય સેનાના બંકર પર મોટો હુમલો કરી શકે છે. 


'સુપ્રીમ' રાહત: કાર સેવકો પર ફાયરિંગના આદેશ બદલ મુલાયમ સિંહ યાદવ પર નહીં ચાલે કેસ


રિપોર્ટ મુજબ પાકિસ્તાની સેનાના લાઈટ કમાન્ડો બટાલિયનના 25 SSG  કમાન્ડોને મુજાહિદ બટાલિયન સાથે શીની પોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યાં છે જે બેટ એક્શનની તૈયારીમાં છે. એટલું જ નહીં પાક સેનાનું એસએસજીના ત્રણ ગ્રુપ લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર પીર પોસ્ટ પર કેટલાક સ્નાઈપર્સ સાથે પણ જોવા મળ્યું છે. 


રક્ષા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં મુજબ ગત 15 દિવસોમાં 4 વાર બેટ એક્શન કરી ચૂકી છે. નૌગામ, પૂંછ, તંગધાર, અને કેરન સેક્ટર બાદ હવે કેજી સેક્ટરમાં પાકિસ્તાની સેના કાવતરામાં લાગી છે. 


ઈન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યાં મુજબ કેજી સેક્ટરની બીજી બાજુ પાકની શીની પોસ્ટ, બટ્ટલ અને પીર પોસ્ટ પાસે પાકિસ્તાની સેનાની ખુબ હલચલ જોવા મળી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનની શિની પોસ્ટ પર લશ્કરના 6 આતંકીઓ હાજર છે. આમ જોઈએ તો પાકિસ્તાની સેનાની બેટ ટીમમાં પાકિસ્તાન સેનાના કમાન્ડોની સાથે સાથે આતંકીઓ પણ હોય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...