Budget Session 2022: રાષ્ટ્રપતિએ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું, જણાવી આ મહત્વની વાતો
આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે. બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ.
નવી દિલ્હી: આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે. બજેટ સત્ર શરૂ થતા પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ.
રાષ્ટ્રપતિનું અભિભાષણ
બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ છે. તેમણે દેશના વીરોને નમન કરીને અભિભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે કોરોનાએ મુશ્કેલીઓ વધારી છે. આજે ભારત સૌથી વધુ રસીકરણવાળા દેશોમાં સામેલ છે. તેમણે કહ્યું કે કોરોનાનો ત્રીજો ડોઝ અને યુવાઓનો પણ રસી અપાઈ રહી છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે. આથી 64 હજાર કરોડ રૂપિયાથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે.
Budget Session 2022: બજેટ સત્ર પહેલા PM મોદીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે કોવિડના કારણે અનેક લોકોના જીવ ગયા. આવી પરિસ્થિતિઓમાં પણ કેન્દ્ર, રાજ્યો, ડોક્ટરો, નર્સો, વૈજ્ઞાનિકો અને આપણા સ્વાસ્થ્યકર્મીઓએ એક ટીમ તરીકે કામ કર્યું. હું તમામ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સનો આભારી છું. તેમણે કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધની લડતમાં ભારતની ક્ષમતા રસીકરણ કાર્યક્રમમાં જોવા મળી. એક વર્ષથી પણ ઓછા સમયમાં આપણે રસીના 150 કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો. આજે આપણે વધુ પ્રમાણમાં ડોઝ આપવાના મામલે દુનિયાના અગ્રણી દેશોમાંથી એક છીએ. આયુષ્યમાન ભારત કાર્ડથી ગરીબોને ફાયદો થયો. જન ઔષધિ કેન્દ્રમાં ઓછી કિંમતે દવાઓની ઉપલબ્ધતા પણ એક સારું પગલું હતું.
લોકતંત્ર વિશે કરી આ વાત
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે ડોક્ટર બી આર આંબેડકરે કહ્યું હતું કે તેમનો આદર્શ સમાજ સ્વતંત્રતા, સમાનતા અને સદ્ભાવ પર આધારિત હશે. લોકતંત્ર ફક્ત સરકારનું એક સ્વરૂપ નથી, લોકતંત્રનો આધાર લોકો પ્રત્યે સન્માનની ભાવના છે. મારી સરકાર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને પોતાના માર્ગદર્શક સિદ્ધાંત માને છે. તેમણે કહ્યું કે કોઈ પણ ભૂખ્યુ ઘરે પાછું ન ફરે તે સુનિશ્ચિત કરવા માટે મારી સરકાર દર મહિને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને મફત રાશન વિતરણ કરે છે. આજે ભારત દુનિયામાં સૌથી મોટો ખાદ્ય વિતરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.
પીએમ સ્વાનિધિ યોજનાનો કર્યો ઉલ્લેખ
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે મારી સરકાર રેકડી-ફેરિયાવાળાઓને લાભ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના પણ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 28 લાખ રેકડીવાળા ફેરિયાવાળાને 2900 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયતા મળી ચૂકી છે. સરકાર હવે આ વેન્ડરોને ઓનલાઈન કંપનીઓ સાથે જોડી રહી છે.
Corona Update: ત્રીજી લહેર નબળી પડી? કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો
મહિલા સશક્તિકરણ સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક
રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. આપણે ઉજ્જવલા યોજનાની સફળતાના સાક્ષી છીએ. મુદ્રા યોજના હેઠળ મહિલાઓની ઉદ્યમિતા અને કૌશલને પ્રોત્સાહન મળ્યું છે. 'બેટી બચાવો, બેટી ભણાવો' ના અનેક સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને PM-KISAN ના માધ્યમથી 1.80 લાખ કરોડ રૂપિયા મળ્યા. કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતની કૃષિ નિકાસ 3 લાખ કરોડ રૂપિયા પાર કરી ગયું છે. સરકારે 433 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉની ખરીદી કરી, જેનાથી 50 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો.
સેમી કંડક્ટર માટે જાહેર કર્યું 76000 કરોડનું પેકેજ
તેમણે કહ્યું કે તેમની સરકારે દેશમાં સેમી કન્ડક્ટર, એડવાન્સ બેટરી સેલ અને ડિસ્પલેના ઉત્પાદન પર ધ્યાન આપ્યું છે. આ માટે હાલમાં જ 76,000 કરોડ રૂપિયાના પેકેજની પણ જાહેરાત કરાઈ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) આપણી અર્થવ્યવસ્થામાં મેરુદંડ રહ્યા છે. કોરોનાકાળમાં તેમની મદદ માટે સરકારે 3 લાખ કરોડ રૂપિયાની લોન આપી. તેનો લાભ લગભગ 13.5 લાખ નાના ઉદ્યોગોને મળ્યો. આ સાથે જ લગભગ 1.5 કરોડ લોકોને રોજગારી બચાવવામાં પણ મદદ મળી. બાદમાં આ લોનની સમય મર્યાદા વધારીને 4.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે શરૂ કર્યું ગતિ શક્તિ
મારી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દેશના વિકાસનો આધાર માને છે. તેના પર થનારા રોકાણથી લાખો રોજગાર પેદા થાય છે અને વેપાર સુગમ થાય છે. મારી સરકારે અલગ અલગ મંત્રાલયોના કાર્યોને એક સાથે લાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા માટે હાલમાં જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં જોડ્યા છે. ત્યારબાદ દેશના રેલવે, રોડ, અને હવાઈ ક્ષેત્રના અલગ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય પરંતુ દેશના એકજૂથ સંસાધન હશે. મારી સરકાર દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઝડપથી વિકાસ કરી રહી છે. દેશમાં 24,000 કરોડ રેલવે રૂટનું વિદ્યુતિકરણ થયું છે.
મેક ઈન ઈન્ડિયા પર સરકારનો ખાસ ભાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દેશની સુરક્ષા મારી સરકારનું વિશેષ ધ્યાન છે. રક્ષે ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર સરકાર ભાર આપી રહી છે. 2020-21માં 87 ટકા ઉત્પાદનોમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવી. 209 એવા સામાનની સૂચિ બહાર પાડવામાં આવી જેને વિદેશથી ખરીદવામાં આવશે નહીં.
ગાંધીનગર રેલવે સ્ટેશન આધુનિક ભારતની નવી તસવીર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ગુજરાતનું ગાંધીનગર રેલવે સ્ટેશન અને મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન દેશની આધુનિક ભારતની નવી તસવીરો છે. દેશના 8 શહેરોમાં નવી મેટ્રો સેવા શરૂ કરાઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 630 બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. નિકાસ પણ ઝડપથી વધી રહી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube