અમદાવાદ : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને આવકારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. ઉપરાંત મુખ્ય સચિવ ડૉ. જે.એન સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે સિંઘ સહિતનાં ઉચ્ચે અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે પુષ્પ દ્વારા રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ
રાષ્ટ્રપતિ હિરાબાની પણ મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ પોતાની મુલાકાત દરમિયાન કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિરોકાણ કરશે. 13મીએ રાજભવનમાં કેન્દ્રીય કૃષીમંત્રી પરુષોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યાર બાદ તેઓ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની મુલાકાત લેવા માટે પણ જશે. 13મીએ બપોરે દિલ્હી પરત ફરશે. 


ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી
જ્યારે પ્લેનમાં ન્યૂડ થઇને સ્વીડિશ નાગરિકે હોબાળો કરવાનું ચાલુ કર્યું
કોબા જૈન દેરાસરની મુલાકાત મુખ્ય હેતુ
રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો ખાસ ઉદેશ્ય કોબામા આવેલા જૈન દેરાસરની મુલાકાત લેવાનો છે. આ જૈન મંદિરમાં લાયબ્રેરી અને મ્યુઝિયમની મુલાકાત માટે જ ગુજરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી રહ્યા છે. આચાર્ય પદ્મ સાગર સૂરીશ્વરજી મહારાજ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એકબીજાને 1994 વર્ષથી ઓળખે છે. તેમના આમંત્રણને માન આપીને જ રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ કોવિંદ જૈન દેરાસરમાં બનેલ મ્યુઝિયમની વિઝીટ કરશે. કારણ કે આ લાયબ્રેરીમાં અને મ્યુઝિયમમાં 2000 વર્ષ જૂના સાહિત્ય અને કલાકૃતિઓ અને રાખવામાં આવી છે. મ્યૂઝિયમમાં અનેક પ્રાચીન મૂર્તિઓ તથા સ્થાપત્યના વિશેષ નમૂનાઓ પણ મૂકવામાં આવ્યા છે.


VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ
સૌથી વિશેષ બાબત એ છે કે માત્ર જૈન ધર્મ જ નહીં પણ તમામ ધર્મમાં ધાર્મિક ગ્રંથોની ઐતિહાસિક અને હસ્તલિખિત પ્રતો પણ અહીં ઉપલબ્ધ છે. જ્યારે માત્ર ભાષા બોલાતી હતી અને ત્યારબાદ લખવાની શરૂઆત થઇ તેનો ઈતિહાસ પણ અહીં ઉપલબ્ધ હોવાનો દાવો શ્રુત સેવી અજયસાગર સુરીજી મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે.