નવી દિલ્હી: પીએમ મોદીએ આજે અચાનક લેહ લદાખની મુલાકાત લઈને બધાને ચોંકાવી દીધા. ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ઘાયલ થયેલા ભારતીય સૈનિકોને તેઓ મળ્યાં. તેમણે સૈનિકોનો જુસ્સો વધાર્યો. હાલ 18 જવાનો હોસ્પિટલમાં દાખલ છે. પીએમ મોદીએ આ દરમિયાન જવાનોને સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે જવાનોએ ગલવાનમાં જે વીરતા દેખાડી તેનાથી સમગ્ર વિશ્વને એક સંદેશ મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ લેહમાં ભારતમાતાની જય સાથે જવાનોને સંબોધન કરવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે હાલમાં ગલવાન ખીણમાં તમે જે વીરતા દેખાડી તેનાથી સમગ્ર દુનિયામાં ભારતની તાકાત દેખાઈ. તમારા પર દેશને પૂરેપૂરો વિશ્વાસ છે અને દેશ નિશ્ચિત છે. તમારો મુકાબલો દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી. ગલવાન ખીણના શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપુ છું. જવાનોની ઈચ્છા પર્વત જેવી અટલ છે. તમારા શૌર્યએ ભારતની શક્તિ બતાવી. આજે તમારી સામે દરેક દેશવાસી નતમસ્તક છે. 


વિસ્તારવાદી તાકાતો ખતમ થઈ ગઈ
પીએમ મોદીએ કહ્યું કે અમારું સામર્થ્ય અને સંકલ્પ હિમાલય જેટલા ઊંચા છે. તમે તે ધરતીના વીર છો જ્યાં હજારો આંક્રાંતાઓને જડબાતોડ જવાબ અપાયો છે. આપણએ એ લોકો છીએ જે વાંસળીવાળા કૃષ્ણની પૂજા કરીએ છીએ તો સુદર્શનધારી કૃષ્ણને પણ પૂજીએ છીએ. શાંતિ અને મિત્રતા દરેક સ્વીકારે છે. વીરતા જ શાંતિની પૂર્વ શરત હોય છે. નિર્બળ ક્યારેય શાંતિ લાવી શકે નહીં. વિસ્તારવાદી તાકાતો ક્યારેય સફળ થઈ નથી. તેઓ મીટાઈ ગઈ. આ યુગમાં ફક્ત વિકાસવાદી વિચારધારા જ આગળ વધી શકે છે. 


કલમ આજ ઉનકી જય બોલ
પીએમ મોદીએ રાષ્ટ્રવાદી કવિ દિનકરની કવિતા 'કલમ આજ ઉનકી જય બોલ'નું ઉદાહરણ આપતા વીરોને નમન કર્યાં. દેશના દરેક ખૂણેથી વીર પોતાનું પરાક્રમ બતાવે છે. તેમના સિંહનાદથી ધરતી તેમનો જયકાર કરી રહી છે. આજે દરેક દેશવાસીનું માથું તમારી સામે નતમસ્તક છે. દરેક ભારતીયની છાતી તમારા પરાક્રમથી ફૂલી છે. 14 કોરની બહાદૂરીના કિસ્સા ચારેબાજુ છે. દુનિયાએ તમારું સાહસ જોયું છે. તમારી શૌર્યગાથાઓ ઘરે ઘરે ગૂંજી રહી છે. દુશ્મનોએ તમારી FIRE પણ જોઈ અને તમારી FURY પણ જોઈે. આ સર્વસ્વ ન્યોછાવર કરનારા રાષ્ટ્રભક્તોની ધરતી છે. 


શી જિનપિંગને કડક સંદેશ
આ અગાઉ પીએમ મોદીએ અચાનક શુક્રવારે લેહ પહોંચીને બધાને સરપ્રાઈઝ આપ્યું. તેમણે નીમુ પોસ્ટ પર જવાનો સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ આ સરપ્રાઈઝ વિઝિટ કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કડક સંદેશ આપ્યો છે કે ભારત કોઈ સંજોગોમાં પાછળ હટશે નહીં. રક્ષા વિશેષજ્ઞોની નજરે તણાવ વચ્ચે પીએમ મોદીનું લેહ પહોંચવું એ રણનીતિક રીતે ભારત માટે ખુબ સારું પગલું છે. જેના પ્રત્યક્ષ રીતે ત્રણ ફાયદા થશે. સૌથી પહેલો તો એ કે સૈનિકોનું મનોબળ વધશે. કારણ કે જ્યારે કોઈ સેના પોતાના પ્રધાનમંત્રીને યુદ્ધક્ષેત્રમાં જુઓ તો તેનો જુસ્સો વધી જાય છે. 


જુઓ LIVE TV

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube