કલમ 370 દુર કરવાના નિર્ણય બાદ PM મોદીનું સંબોધન: 8-8-8નો સંયોગ
આજે વડાપ્રધાન મોદી 370 અને 35એ હટાવ્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઇ રહ્યા છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા અને રાજ્યમાંથી કલમ 370 રદ્દ કરવા મામલે લીધેલા ઐતિહાસિક નિર્ણય બાદ વડાપ્રધાનનો આ રાષ્ટ્રજોગ પ્રથમ સંદેશ હશે. વડાપ્રધાન કાર્યાલયની તરફથી વડાપ્રધાનને સંબોધિતનની માહિતી આપવામાં આવી છે. આજે 8 તારીખ છે, મહિનો પણ ઓગષ્ટ છે એટલે કે આઠમો મહિનો છે અને એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી મોકલી દેવાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 8 નવેમ્બર, 2016નાં રોજ રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાને દેશના નામે સંબોધન કર્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને 500-1000ની નોટ માત્ર કાગળનો ટુકડો થઇ ગયો હતો અને દેશનાં લોકો દંગ રહી ગયા હતા. હવે જ્યારે એકવાર ફરીથી વડાપ્રધાન દેશની સામે રાત્રે 8 વાગ્યે આવી રહ્યા છે, એવામાં સોશિયલ મીડિયા પર ફરી લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ચુકી છે. અને લોકો ફરી જુની યાદોના નામે વ્યંગ કરી રહ્યા છે.
પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ
આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના વલણ પર રાજનાથનું નિવેદન, કહ્યું- ભગવાન આવા પાડોસી કોઇને ના આપે
વડાપ્રધાન મોદીનાં નિવેદનની રાહ
જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તે અંગે સમગ્ર દેશમાં ચર્ચા છે. મોદી સરકારને એક ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યું. અનુચ્છેદ 370 હેઠળ મળનારા તમામ વિશેષાધિકારોને પરત ખેંચી લીધા છે અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે તો તે અંગે રાજ્યસભા અને લોકસભા બંન્ને સ્થળો પર નિવેદન આપ્યા છે, પરંતુ વડાપ્રધાન આજે પહેલીવાર બનશે.
અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’
કાશ્મીરમાં છે અજીત ડોવલ
જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાં કલમ 144 લાગુ છે. મોબાઇલ ફોન બંધ છે. ઇન્ટરનેટ પણ બંધ છે અને ટીવી કેબલ પણ બંધ છે. જો કે લોકો જીવન જરૂરી સામાન લેવા માટે બજારમાં જઇ રહ્યા છે. સ્થિતી પર નજર રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાલ કાશ્મીરમાં જ છે.