નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને લૉકડાઉનના મુદ્દા પર મુખ્યમંત્રીઓ સાથે મેરેથોન બેઠક કર્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે. પીએમ મોદી રાત્રે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પીએમ મોદીના આ સંબોધનની બધા રાહ જોઈ રહ્યા છે. બધાના મનમાં તે સવાલ છે કે મોદી લૉકડાઉનને લઈને શું જાહેરાત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પ્રમાણે, જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે 17 મે બાદ પણ લૉકડાઉન વધારી શકાય છે. એટલે કે ભારતમાં લૉકડાઉન 4.0ની એન્ટ્રી થઈ શકે છે. સોમવારે પીએમ મોદીની સાથે બેઠક દરમિયાન પણ મોટા ભાગના મુખ્યમંત્રીઓનો આ મત હતો કે કોરોના વાયરસને હરાવવા માટે લૉકડાઉન જરૂરી છે. 


પરંતુ આર્થિક પડકાર પણ ચર્ચાનું મોટુ કેન્દ્ર છે. કારણ કે રાજ્ય સરકારો ખજાનો ખાલી થવાની વાત કરી કેન્દ્ર પાસે રાહત પેકેજની પણ માગ કરી રહી છે. તેવામાં તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે લૉકડાઉન 4.0માં વધુ છૂટ મળી શકે છે. કારણ કે સોમવારની બેઠકમાં પણ પીએમ મોદીએ કહ્યુ હતુ કે જાનની સાથે જહાનનુ પણ વિચારવુ પડશે. તેથી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વધુ છૂટ આપીને લૉકડાઉનને આગળ વધારી શકાય છે. 


લદ્દાખ-LAC પાસે જોવા મળ્યા ચીની હેલિકોપ્ટર, ભારતે તાબડતોબ મોકલ્યા ફાઈટર જેટ


સાથે પીએમ મોદી મજૂરોને લઈને પણ પોતાની વાત રાખી શકે છે. જાણવા મળ્યું કે પીએમ મોદી મજૂરોની સ્થિતિને લઈને ચિંતિત છે, તેથી તેઓ પોતાના સંબોધનમાં તેને પોતાના સ્થાનો પર રહેવાની અપીલ પણ કરી શકે છે. 


આ સિવાય પીએમ મોદી દેશની જનતાને તે પણ જાણકારી આપી શકે કે લૉકડાઉનમાં છૂટ છતાં બચાવની દરેક રીત અપનાવવી પડશે કારણ કે કોરોનાથી બચવાની આ એક રીત છે. પીએમ મોદીનો મત એકદમ સ્પષ્ટ છે કે કોરોનાથી બચાવમાં બે ગજ દૂરી ખુબ જરૂરી છે. પરંતુ 25 માર્ચથી દેશના લોકો ઘરોમાં બંધ છે, તેવામાં પીએમ મોદી જનતાને કોરોનાની સાથે જીવવા અને તેને હરાવવાની પણ અપીલ કરી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube