લદ્દાખ-LAC પાસે જોવા મળ્યા ચીની હેલિકોપ્ટર, ભારતે તાબડતોબ મોકલ્યા ફાઈટર જેટ
Trending Photos
નવી દિલ્હી: લદ્દાખમાં LAC પાસે ચીને ફરી નાપાક હરકત કરી છે. મંગળવારે સરહદ પર ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યા છે જો કે ભારતીય વાયુ સેના પણ એકદમ સર્તક છે. સરહદે ચીની હેલિકોપ્ટર જોવા મળ્યા બાદ ભારતીય ફાઈટર વિમાનોએ તરત ઉડાણ ભરી. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે પણ ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી.
અત્રે જણાવવાનું કે પૂર્વ લદ્દાખ અને ઉત્તર સિક્કિમના નાકૂ લા પાસે હાલમાં જ ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં બંને સેનાઓના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતાં. મળતી માહિતી મુજબ ભારતીય જવાનો અને ચીની સૈનિકો વચ્ચે પહેલી ઝડપ પાંચમી મેના રોજ સાંજે પૂર્વ લદ્દાખમાં પૈંગોંગ ઝીલના ઉત્તર કિનારે થઈ જેમાં બંને પક્ષોના સૈનિકો વચ્ચેનો ટકરાવ આગામી સવારે વાતચીત બાદ અંત આવ્યો.
રિપોર્ટ્સનું માનીએ તો બંને પક્ષોના અનેક સૈનિકોને મામૂલી ઈજા થઈ છે કારણ કે તેમની વચ્ચે મારામારી થઈ અને એકબીજા પર પથ્થરમારો થયો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી આ ઝડપની ઘટનામાં લગભગ 200 જવાનો સામેલ હતાં. હાલ જો કે મામલો શાંત છે.
ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી અંગે ચીને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે બોર્ડર પર તેમના સૈનિકો શાંતિ અને ધૈર્ય જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને હાલમાં જ સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે કહ્યું કે બંને દેશોએ પોતાના મતભેદો યોગ્ય રીતે ઉકેલવા જોઈએ.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે ચીની સરહદ પર તૈનાત અમારા સૈનિક બોર્ડર પર શાંતિ અને ધૈર્ય રાખે છે. સરહદના મામલાઓને લઈને ભારત અને ચીન હાલની વ્યવસ્થા અંગે પરસ્પર સંવાદ અને સમન્વય કરે છે. કોવિડ-19 મહામારી બાદ ચીનના આક્રમક વલણને લઈને પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે સંબંધિત ધારણા પાયાવિહોણી છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે રાજનયિક સંબંધોનું આ 70મું વર્ષ છે. બંને દેશોએ કોરોના વાયરસ સામે એકજૂથ થઈને લડવાનો નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે