Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, નાગરિકોની વાપસી પર થઈ ચર્ચા
રશિયા દ્વારા યુક્રેન વિરુદ્ધ કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ આજે પાંચમી બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા હાજર હતા.
નવી દિલ્હીઃ યુક્રેનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યયક્ષતા કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. યુક્રેનમાં હજારો ભારતીય ફસાયેલા છે, જેને કાઢવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. પીએમ મોદી આ પહેલાં યુક્રેન મુદ્દે ચાર બેઠક કરી ચુક્યા છે. બેઠકમાં નાગરિકોની વાપસી પર ચર્ચા થઈ છે.
યુક્રેન વિરુદ્ધ રશિયા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખી પીએમ મોદીની આ પાંચમી બેઠક છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોવાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા હાજર રહ્યા હતા. આ સિવાય અન્ય અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
યુક્રેનમાં જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થીનો 2 દિવસ પહેલાનો વીડિયો આવ્યો સામે
આ પહેલાં ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને તત્કાલ કિવ છોડવાની સલાહ આપી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષાત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. હવે આ ઓપરેશનમાં ભારતીય વાયુ સેનાનું વિમાન પણ જોડાવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube