નવી દિલ્હી : જી7 સમ્મેલન માટે ફ્રાંસ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પેરિસમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત લીધી હતી અને સભા સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને ફ્રાંસની મિત્રતા અતુટ છે. વિશ્વનાં દરેક મંચ પર ભારત અને ફ્રાંસ એક સાથે ઉભા રહ્યા છે. દરેક સ્થિતીમાં બંન્ને મિત્ર દેશો એકસાથે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO કોમ્પ્યુટરથી પણ તેજ છે આ 10 વર્ષની છોકરીનું મગજ, આંખે પાટો બાંધીને કરે છે આ કામ
વડાપ્રધાને કહ્યું કે, હાલમાં પેરિસ રામના રંગે રંગાયું છે. બધા લોકો રામની ભક્તિમાં ડુબેલા છે. ઇંદ્રની સામે પણ તેઓ પોતાની કથાનો સમય નથી બદલતા, પરંતુ આજે નરેન્દ્ર માટે કથાનો સમય બદલી નાખ્યો. તેનું કારણ છે કે બાપુની રગે-રગમાં રામભક્તિ છે સાથે સાથે દેશ ભક્તિ પણ છે. આજે જો મારી પાસે પુરતો સમય હોત તો જરૂર તેમની ચરણવંદના કરવા માટે ગયો હોત. હું અહીંથી જ તેમને નમન વંદન કરુ છું.


જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલનાં ઘર સહિત 12 સ્થળો પર ઇડીના દરોડા
Big Breaking: સમુદ્રના રસ્તે ભારતમાં ઘૂસ્યા લશ્કરના 6 આતંકીઓ
વડાપ્રધાન મોદીએ કહેલી મુખ્ય વાતો...
વડાપ્રધાન મોદીના સંબોધન વચ્ચે લોકોએમોદી હૈ તો મુમકીન હૈના નારા લગાવવાનું ચાલુ કરી દીધું. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ જ કારણ છે કે એકવાર ફરીથી દેશવાસીઓએ પહેલાથી પણ વધારે પ્રચંડ જનાદેશ આપીને અમારી સરકારનું સમર્થન કર્યું છે. 
- મુસ્લિમ દિકરીઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી
- અમે ભારતમાં વ્યાપ્ત અનેક કુરિવાજોને રેડકાર્ડ દેખાડ્યું.
- નવા ભારતમાં જનતાનાં પૈસાનો વ્યય નહી. 
- નવા ભારતમાં પરિવારવાદ અને આતંકવાદને સ્થાન નહી
- 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર ઉતરશે. 
- ભારત અને ફ્રાંસની મિત્રતા આદર્શ મુલ્યો પર બનેલી છે. 
- ભ્રષ્ટાચાર કરનારાઓને તેમના યોગ્ય સ્થાને પહોંચાડાઇ રહ્યા છે.