નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજથી 15 ઓગસ્ટ સુધી દેશમાં એક સપ્તાહ લાંબુ અભિયાન ચલાવો. ગંદકી ભારત છોડો સપ્તાહ છે. ઓફિસરોને આગ્રહ કર્યો કે, તે પોત-પોતાના વિસ્તારમાં કમ્યુનિટી ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યુ- મારી સામે લઘુ ભારત છે
અલગ-અલગ રાજ્યો અને ત્યાંની વેશભૂષામાં તમારા બધા બાળકો સાથે વાત કરતા આજે હું હિન્દુસ્તાન સાથે વાત કરી રહ્યો છું. તમે બધા માસ્ક પહેરીને આવ્યા છો અને બે ગજની દૂરી પણ રાખી છે. તમે જે રીતે નિયમોનું પાલન કરી રહ્યાં છો તેનાથી મનને આનંદ મળી રહ્યો છે. કોરોના સામે લડવાનું આજ હથિયાર છે. આપણે બહાર નિકળવાનું છે અને કોરોનાથી બચવાનું છે. 


તેથી માસ્ક પહેરવાનું છે, બે ગજની દૂરી રાખવાની છે અને ગમે ત્યાં થૂકવાથી બચવાનું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube