નવી દિલ્હી: જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરશે. પીએમ મોદીએ  કહ્યું કે તેનાથી આપણી કર પ્રણાલીમાં સુધારો આવશે અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ બળ મળશે. આ પગલું પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોને પુરસ્કૃત કરવાની દિશા હશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુરુવારે 13 ઓગસ્ટના રોજ સવાર 11 વાગે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરવામાં આવશે. તે આપણી કર પ્રણાલીમાં સુધાર અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ મજબુતી આપશે. આ અનેક ઈમાનદાર કરદાતાઓ માટે ફાયદાકારક રહેશે. જેમની આકરી મહેનત દેશને આગળ વધારવાની શક્તિ પ્રદાન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ટ્વિટ દ્વારા આ યોજનાને ભારત માટે સરળ અને પારદર્શક કરવેરા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. અત્રે જણાવવાનું કે કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરાશે. જેમાં વિભિન્ન ઉદ્યોગ મંડળ, વેપાર સંગઠન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંઘ અને જાણીતા કરદાતાઓ સામેલ થશે. 


જો કે નિવેદનમાં સુધારાઓ અંગે કશું કહેવાયું નથી. પરંતુ મંચની શરૂઆતની સાથે છેલ્લા છ વર્ષમાં પ્રત્યક્ષ કર (Direct Tax)ના મોરચે જે સુધારા કરાયા છે તેને વધુ આગળ લઈ જવાની આશા છે. અત્રે જણાવવાનું કે સુધારામાં ગત વર્ષ કંપની કરના દરને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો અને નવી વિનિર્માણ કંપનીઓ માટે 15 ટકા કરવામાં આવ્યો તથા લાભાંશ વિતરણ કર હટાવાયો, અધિકારી અને કરદાતાઓના આમને સામને થયા વગર આકલન વગેરે સામેલ છે. નિવેદનમાં કહેવાયું છે કે ટેક્સ સુધારા હેઠળ કરના દરોમાં કમી કરવી અને પ્રત્યક્ષ કર કાયદાના સરલીકરણ પર ભાર રહ્યો છે. આવકવેરા વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શકતા લાવવા માટે પણ સીબીડીટી (CBDT) દ્વારા અનેક પહેલ કરાઈ છે. 


નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં કરદાતાઓ માટે ચાર્ટર (ઘોષણાપત્ર)ની જાહેરાત થઈ છે. જે મુજબ તેને બંધારણીય દરજ્જો આપવા અને આવકવેરા વિભાગ દ્વારા નાગરિકોને સમયબદ્ધ સેવાઓ દ્વારા અધિકાર સંપન્ન બનાવવાની આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ચાર્ટરથી કરદાતા અને પ્રશાસન વચ્ચે ભરોસો સુનિશ્ચિત થશે. ઉત્પીડન સમાપ્ત થશે. આ સાથે જ વિભાગની દક્ષતા પણ વધશે. 


નિવેદન મુજબ કરસુધારામાં હાલમાં જ શરૂ કરાયેલી દસ્તાવેજ ઓળખ સંખ્યા (DIN) દ્વારા અધિકૃત સંચારમાં વધુ પારદર્શકતા લાવવાનું પણ  સામેલ છે. જે મુજબ વિભાગના દરેક સંચાર કે પત્ર વ્યવહાર પર કોમ્પ્યુટર સૃજિત એક અનોખી દસ્તાવેજ ઓળખ સંખ્યા અંકિત હોય છે. એ જ રીતે કરદાતાઓ માટે અનુપાલનને વધુ સરળ બનાવવા માટે આવકવેરા વિભાગ હવે પહેલેથી ભરેલા આવકવેરા રિટર્ન ફોર્મ પ્રસ્તુત કરવા લાગ્યું છે. જેથી કરીને વ્યક્તિગત  કરદાતાઓ માટે અનુપાલનને વધુ સુવિધાજનક બનાવી શકાય. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube