CAA: પ્રદર્શનકારીઓને બચાવવા માટે રાહુલ અને પ્રિયંકાએ ખખડાવ્યો NHRCનો દરવાજો
સૂત્રોએ જણાવ્યું કે, પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આયોગના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ સંશોધિત નાગરિકતા કાયદો (Citizenship Amendment Act 2019)ના વિરોધની આડમાં કથિત રૂપથી હિંસા કરનાર ઉપદ્રવિયો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી વિરુદ્ધ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે માનવ અધિકાર આયોગ (National Human Rights Commission, NHRC)નો દરવાજો ખખડાવ્યો છે. પ્રતિનિધિમંડળના નેતા સોમવારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યાલય પહોંચ્યા અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ યૂપી પોલીસની કાર્યવાહી લઈને ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આયોગના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમની સમક્ષ ઉત્તર પ્રદેશમાં 'પોલીસ બર્બરતા' વિશે ફરિયાદ કરી અને વિસ્તૃત તપાસની માગ કરી છે. આ પ્રતિનિધિમંડળમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સિવાય કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી, મોહસિના કિદવઈ, સલમાન ખુર્શીદ, જિતિન પ્રસાદ, રાજીવ શુક્લા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ પણ હાજર રહ્યાં હતા.
શાહે કહ્યું- PMના કહેવા પર દિલ્હી પોલીસે શરજિલ વિરુદ્ધ દાખલ કર્યો દેશદ્રોહનો કેસ
તો ભાજપે પલટવાર કરતા કોંગ્રેસ પર સીએએની આડમાં લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, શાહીન બાગ હવે એક ક્ષેત્ર નથી, તે એક વિચાર છે, જ્યાં ભારતીય ઝંડાનો ઉપયોગ તે લોકોને કવર આપવાના રૂપમાં કરવામાં આવી રહ્યો છે, જે દેશને વિભાજીત કરવા ઈચ્છે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ટુકડે-ટુકડે ગેંગ તેનું સમર્થન કરી રહી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube