શાહે કહ્યું- PMના કહેવા પર દિલ્હી પોલીસે શરજિલ વિરુદ્ધ દાખલ કર્યો દેશદ્રોહનો કેસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક હિંસાગ્રસ્ત અલ્પસંખ્યકો માટે વડાપ્રધાન સીએએ લઈને આવ્યા. તેના પર કેજરીવાલ કહે છે કે ભાજપને પાકિસ્તાનીઓની ચિંતા છે. 

Updated By: Jan 27, 2020, 06:59 PM IST
શાહે કહ્યું- PMના કહેવા પર દિલ્હી પોલીસે શરજિલ વિરુદ્ધ દાખલ કર્યો દેશદ્રોહનો કેસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજિલ ઇમામ પર નિશાન સાધ્યું છે. દિલ્હીના રિઠાલામાં સોમવારે ચૂંટણી સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, તમે શરજિલ ઇમામનો એક વીડિયો જોયો હશે, જેમાં તે નોર્થ-ઇસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરે છે. તેણે દેશનું વિભાગન કરવાની વાત કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી પોલીસને તેની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવાનું કહ્યું. પીએમ મોદીના કહેવા પર પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શાહે કહ્યું, 'મોદી સરકારમાં તે અધિકાર બધાને છે, કેજરીવાલ જી તમને પણ છે, ગાળો આપવી હોય તો અમને આપો કે અમારી પાર્ટીને આપી દો, પરંતુ જો કોઈ ભારત માતાના ટુકડા કરવાની વાત કરશે, તો તમારે જીલના સળિયા પાછળ જવું પડશે.'

નારા લગાવનારને પીએમે જેલમાં મોકલ્યા
અમિત શાહે કહ્યું કે, થોડા સમય પહેલા જેએનયૂમાં ભારત તેરે ટુકડે હો એક હજાર નારા લાગ્યા હતા. વડાપ્રધાને આ નારા લગાવનારને ઉપાડીને જેલમાં મોકલી દીધા, પરંતુ આ કહે છે કે તેને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. 

શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ત્રાસથી અલ્પસંખ્યકો માટે વડાપ્રધાન સીએએ લઈને આવ્યા છે. તેના પર કેજરીવાલ બોલે છે કે ભાજપને પાકિસ્તાનીઓની ચિંતા છે. જ્યારથી વિભાજન થયું ત્યારથી દિલ્હીમાં લાખો શરણાર્થી આવ્યા છે, તે લોકો આપણા છે. આપણા ભાઈ-બહેન છે. તમે તેને પાકિસ્તાની કહો છો, શરમ આવવી જોઈએ. 

આસામઃ 50 વર્ષ, 2,823 મોત, અમિત શાહના નેતૃત્વમાં સમાપ્ત થયો અલગ બોડોલેન્ડ રાજ્ય વિવાદ  

ડર હતો મોદી સરકાર સાથે જોડાઇ જશે ગરીબ
કેજરીવાલ પર હુમલો કરતા અમિત શાહે કહ્યું કે, રાજનીતિ કરનાર તો ઘણા જોયા છે, પરંતુ આટલી છીછરી અને નીચી રાજનીતિ કરનાર મુખ્યપ્રધાન મેં મારા જીવનમાં જોયા નથી. દિલ્હીના કરોડો ગરીબોને 5 લાખની યોજનાથી અલગ કરી દીધા. 

અમિત શાહે કહ્યું કે, હું કેજરીવાલને પૂછવા ઈચ્છું છું કે દિલ્હીના ગરીબોનું શું દોષ હતો કે તમે જે 5 લાખ રૂપિયાની સહાયતા વડાપ્રધાન તેને આપવા ઈચ્છતા હતા, તેને છીનવી લીધી. શાહે કહ્યું કે, તેના મનમાં ભય હતો કે જો કોઈ ગરીભનું ફ્રી ઓપરેશન થઈ જશે તો દિલ્હીનો ગરીબ મોદી સરકારની સાથે જોડાઈ જશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...