પ્રિયંકા ગાંધીનો બંગલો ભાજપના આ દિગ્ગજ નેતાને મળશે, જાણો તેમના વિશે
લૂટિયન્સ ઝોનમાં આવેલા જે બંગલામાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) રહેતા હતાં તે સરકારી બંગલાને સરકારે ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અને રાજ્યસભા સાંસદ અનિલ બલૂની (anil baluni) ને ફાળવી દીધો છે. કેન્દ્રિય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના એક અધિકારીએ આ જાણકારી રવિવારે આપી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હાલ આ બંગલામાં રહે છે જો કે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ આપી દેવાઈ છે.
નવી દિલ્હી: લૂટિયન્સ ઝોનમાં આવેલા જે બંગલામાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) રહેતા હતાં તે સરકારી બંગલાને સરકારે ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અને રાજ્યસભા સાંસદ અનિલ બલૂની (anil baluni) ને ફાળવી દીધો છે. કેન્દ્રિય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના એક અધિકારીએ આ જાણકારી રવિવારે આપી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હાલ આ બંગલામાં રહે છે જો કે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ આપી દેવાઈ છે.
મંત્રાલયે ગત એક જુલાઈએ પ્રિયંકા ગાંધીને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપતા કહ્યું હતું કે એસપીજી સુરક્ષા પાછી ખેંચાયા બાદ તેઓ આવાસીય સુવિધા મેળવવા માટે હકદાર નથી. સરકારે કોંગ્રેસના મહાસસિવને એક ઓગસ્ટ સુધીમાં હાલનો સરકારી બંગલો '35 લોધી એસ્ટેટ' ખાલી કરવા માટે કહ્યું છે.
અધિકારીએ કહ્યું કે અનિલ બલૂનીની ભલામણ પર તેમને પ્રિયંકા ગાંધીનો બંગલો ફાળવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા બંગલો ખાલી કરશે ત્યારબાદ તેમને (બલૂની) આ અધિકાર મળી જશે. સૂત્રોએ જણાવ્યું કે બલૂનીએ સ્વાસ્થ્યના આધાર પર ઘર બદલવા માટે જણાવ્યું હતું. થોડા સમય પહેલા જ તેમની કેન્સરની સારવાર થઈ હતી.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube