UP પોલીસની મોટી કાર્યવાહી, વિકાસ દુબેના આ સાથીની સામે લગાવ્યો ગેંગસ્ટર એક્ટ
કાનપુર હત્યાકાંડ (Kanpur Encounter)ના આરોપી અને કુખ્યાક આરોપી વિકાસ દુબે (Vikas Dubey)ના સાથીઓ પર ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police) સતત કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહીમાં પોલીસે ગુરૂવારના દુબેના ખજાનચી માનવામાં આવતા જયકાંત બાજયેપી પર ગેંગસ્ટર એક્ટનો મામલો નોંધ્યો છે.
લખનઉ: કાનપુર હત્યાકાંડ (Kanpur Encounter)ના આરોપી અને કુખ્યાક આરોપી વિકાસ દુબે (Vikas Dubey)ના સાથીઓ પર ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police) સતત કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહીમાં પોલીસે ગુરૂવારના દુબેના ખજાનચી માનવામાં આવતા જયકાંત બાજયેપી પર ગેંગસ્ટર એક્ટનો મામલો નોંધ્યો છે.
આ પણ વાંચો:- રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી, કોંગ્રેસે બોલાવી ધારાસભ્યોની બેઠક, જેસલમેર મોકલી શકાય છે MLA
અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ ગુરુવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું કે, જયકાંત બાજપેયી વિરુદ્ધ ગુનો કરવા અને ગેરકાયદેસર સંપત્તિ પ્રાપ્ત કરવાના સંબંધમાં નજીરાબાદ કાનપુર પોલીસ સ્ટેશનમાં યુપી ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગેંગના અન્ય સભ્યોમાં તેના ભાઇ શોભિત બાજપેયી, રાજ્યકંઠ બાજપેયી અને અજયકાંત બાજપેયીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:- Rhea Chakrabortyએ લગાવ્યો સુશાંત સિંહ રાજપૂતના પિતા પર આરોપ, કહી આ વાત
નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, જયકાંત વાજપેયી તેમજ તેના સાથીઓનું એક ગ્રુપ છે જે સરકારી જમીન પર કબ્જો કરવા, કાયદા વિરૂધ જુબાની જેવી ઘટનાઓ કરી સ્વંય તેમજ તેમના ગ્રુપના સભ્યોને આર્થિક લાભ આપવા ઘન પ્રાપ્ત કરી સમાજ વિરોધી કાર્યો કરે છે. તમેને જણાવી દઇએ કે, આોરોપી જયકાંત બાજપેયી વર્તમાનમાં જિલ્લા જેલ કાનપુર દેહામાં બંધ છે. જ્યારે અન્યની ધરપકડનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:- Corona: નાકની જગ્યાએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી લીધુ Swab Sample, થઈ ધરપકડ
આ પહેલા સોમવાર, 27 જુલાઈએ યુપી સરકારે આવકવેરા વિભાગ (Income Tax) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ને વિનંતી કરીને કાનપુર નગર જિલ્લાના આરોપી જયકાંત બાજપેયી દ્વારા હસ્તગત કરેલી ગેરકાયદેસર સંપત્તિની તપાસ કરી હતી. તેમને જણાવી દઈએ કે જયકાંત કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો વિશેષ સહયોગી અને ખજાનચી માનવામાં આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube