રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર: કોંગ્રેસે બોલાવી ધારાસભ્યની બેઠક, જેસલમેર મોકલી શકાય છે MLA
રાજસ્થાન (Rajasthan)માં રાજકીય હલચલ તીવ્ર બની છે. અશોક ગેહલોત (Ashok Gehlot સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. સમગ્ર ઘટનાક્રમને લઇને આજે સવારે 10 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર બેઠક બાદ ગેહલોત સરકાર ધારાસભ્યોને જેસલમેસ રિસોર્ટમાં શિફ્ટ કરી શકે છે. 13 ઓગસ્ટ સુધી ધારાસભ્યોને ત્યાં રાખવાની તૈયારી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠક બાદ 11 વાગ્યે હોટલ ફેરમાઉન્ટથી ધારાસભ્યો એરપોર્ટ માટે રવાના થશે.
Trending Photos
નવી દિલ્હી/ જયપુર: રાજસ્થાન (Rajasthan)માં રાજકીય હલચલ તીવ્ર બની છે. અશોક ગેહલોત (Ashok Gehlot સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. સમગ્ર ઘટનાક્રમને લઇને આજે સવારે 10 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર બેઠક બાદ ગેહલોત સરકાર ધારાસભ્યોને જેસલમેસ રિસોર્ટમાં શિફ્ટ કરી શકે છે. 13 ઓગસ્ટ સુધી ધારાસભ્યોને ત્યાં રાખવાની તૈયારી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠક બાદ 11 વાગ્યે હોટલ ફેરમાઉન્ટથી ધારાસભ્યો એરપોર્ટ માટે રવાના થશે.
સૂત્રોના અનુસાર તમામ ધારાસભ્યોને આઇડી તૈયાર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમને જેસલમેરના મેરિએટ અથવા સૂર્યગઢ રિસોર્ટમાં રાખી શકાય છે. તમને જણાવી દઇએ કે, જેસલમેરમાં માત્ર મેરિએટ હોટલમાં જ 100 રૂમ છે. એવામાં સંભવ છે કે, મંત્રીઓને જયપુર રોકી કામકાજ સંભાળવા માટે કહેવામાં આવે.
સૂત્રો જણાવી રહ્યાં છે કે, ત્રણ ચાર્ટર વિમાન દ્વારા ધારાસભ્યોને જેસલમેર મોકલવામાં આવશે. આ મામલે જેસલમેરના પોલીસ તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે