નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન (Farmers Protest) માં સામેલ દેખાવકારે દિલ્હી પોલીસના SHO પર જીવલેણ હુમલો કર્યો છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલનમાં સામેલ એક પ્રદર્શનકારીએ સમયપુર બાદલીના SHO આશીષ દુબે પર હુમલો કર્યો. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર છીનવીને ભાગી ગયો હતો પ્રદર્શનકારી
ખેડૂત આંદોલન (Farmers Protest) માં સામેલ હરપ્રીત સિંહ નામના દેખાવકારી (નિહંગ)એ ગઈ કાલે મોડી સાંજે 8 વાગે તલવારના જોરે દિલ્હી પોલીસ (Delhi Police) ના એક જવાનની કાર છીનવી લીધી. ત્યારબાદ પોલીસે તેનો પીછો કરવાનો શરૂ કર્યો તો તે મુકરબા ચોક પર કાર છોડીને સ્કૂટી લઈને ભાગી ગયો. 


Maharashtra: મુંબઈમાં ફરીથી લાગશે Lockdown?, મેયરે આપ્યું મોટું નિવેદન 


પ્રદર્શનકારીએ તલવારથી કર્યો હુમલો
આ દરમિયાન પોલીસફોર્સ જેમાં સમયપુર બાદલીના SHO આશીષ દુબે પોતાના અન્ય સ્ટાફકર્મીઓ સાથે જ્યારે તેનો પીછો કરી રહ્યા હતાં ત્યારે તે વખતે આ વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો જેમાં આશીષ દુબે માંડ માંડ બચ્યા. SHO ના ગળા પર ઈજા થઈ છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


Gujarat નું આ રેલવે સ્ટેશન ખુબ ચર્ચામાં, રેલવે મંત્રીએ Video શેર કરીને કહ્યું- આ હોટલ છે કે રેલવે સ્ટેશન? 


પંજાબનો રહીશ છે આરોપી
દિલ્હી પોલીસના SHO પર હુમલાનો આરોપી પંજાબનો રહીશ છે, જેના વિરુદ્ધ બે કેસ દાખલ થયા છે. આરોપી પ્રદર્શનકારી વિરુદ્ધ પહેલો કેસ લૂંટનો અને બીજો કેસ કલમ 307 હેઠળ એટલે કે હત્યાના પ્રયાસનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube