નવી દિલ્હી : ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ મોટા આતંકી હુમલાની આખી કહાની એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બેસીને લખવામાં આવી હતી. આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ સાથ આપ્યો હતો. આ બેઠકમાં પુલવામા હુમલો અને તેના બાદ કાશ્મીરમાં શુ કરવામાં આવશે, તેના પર નાપાક રણનીતિ બનાવવામાં આવી હતી. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ગત 13 ફેબ્રુઆરીના રોજ કેજી ગલી સેક્ટરની પાસે બટલમાં આઈએસઆઈ અને આતંકી સંગઠનની વચ્ચે મહત્વની બેઠક થઈ હતી. આ મીટિંગમાં જૈશ-એ-મોહંમદ તરફથી મોં.ઉમર અને મો.ઈબ્રાહીમ ઉર્ફ ઈસ્માઈલ ઉર્ફે લાંબા, અબુ તૈય્યર (નિવાસી ગુલપુર) અને ઈમ્તિયાઝ (નિવાસી નકયાલ) સામેલ હતા. 



આ બેઠકમાં આ વાત પર આતંકી સંગઠન અને આઈએસઆઈ તરફથી રણનીતિ બનાવવામાં આવી હતી કે, પુલવામા હુમલા બાદ શું એક્શન લેવામાં આવશે. 


 VIDEO: પુલવામા હુમલો : હવે બંદૂક ઉપાડી તો ખેર નથી...