પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે. વિસ્તારમાં હાલ સર્ચ અભિયાન ચાલુ છે. સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ ઉપરાંત આપત્તિજનક સામગ્રી પણ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાતે અથડામણ શરૂ થઈ હતી. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. મંગળવારે જિલ્લા હોસ્પિટલની પાસે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું. 


Nagaur weird case: જીવતો જાગતો 'કુંભકર્ણ' છે આ વ્યક્તિ, વર્ષમાં 300 દિવસ ઊંઘતો જ રહે છે


અથડામણમાં લશ્કર એ તૈયબાનો કમાન્ડર અબુ હુરૈરા ઠાર
જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાં પાકિસ્તાનનો રહીશ લશ્કર એ તૈયબા કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે. આ ઉપરાંત સુરક્ષાદળોએ બે સ્થાનિક આતંકીઓને પણ ઠાર કર્યા. જેમની હજુ સુધી ઓળખ થઈ નથી. 


Kappa Variant: ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, આ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 દર્દી મળ્યા


આ અગાઉ પુલવામામાં 8 જુલાઈના રોજ સુરક્ષાદળોની સાથે અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આ જ દિવસે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં પણ બે આતંકી ઠાર થયા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના કિફાયત રમજાન સોફી અને અલ બદ્રના ઈનાયત અહેમદ ડાર તરીકે થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube