ગુરૂદાસપુરઃ પંજાબ પોલીસે હિઝહુલ સાથે સંબંધ ધરાવતા બે લોકોની ધરપકડ કરી છે. આ લોગોની ધરપકડ પંજાબના ગુરૂદાસપુરથી થઈ છે. બંન્ને આરોપીઓ પાસેથી ડ્રગ્સની સાથે રોકડ પણ જપ્ત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પ્રમાણે બંન્ને આરોપી હિઝ્બુલ આતંકી હિલાલ અહમદ માટે કામ કરતા હતા. હિલાલ અહમદ હિઝબુક કમાન્ડર રિયાઝ નાયકૂનો ખાસ વ્યક્તિ હતી. 


સૂત્રો પ્રમાણે રિયાઝ નાયકૂના મોત બાદ આ મોટી સફળતા છે, કારણ કે તમામ હિઝબુલ માટે પૈસા ભેગા અને ડિલીવર કરવાનું કામ કરતા હતા. 


મહત્વનું છે કે ઘાટીમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાનના ઇરાદાને સુરક્ષા દળ સતત નિષ્ફળ બનાવતું આવ્યું છે. 6 મેએ સુરક્ષા દળોએ કુખ્યાત આતંકવાદી રિયાઝ નાઇકૂને ઠાર કર્યો હતો. તેને હિઝબુલ મુજાહિદ્દીન અને પાકિસ્તાન માટે મોટા ઝડકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. 


કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત


બુરહાન વાની બાદ નાઇકૂએ આકંપની દુનિયામાં નામ મેળવ્યું હતું. જમ્મૂ અને કાશ્મીરમાં આતંકવાદના પોસ્ટર બોય બુરહાન વાનીને સેના દ્વારા મરાયા બાદ હિઝબુલ મુજાહિદ્દીને રિયાઝ નાઇકૂને પોતાનો કમાન્ડર બનાવ્યો હતો. A ++ શ્રેણીના આતંકવાદી અથવા મોસ્ટ વોન્ટેડના રૂપમાં સામે આવેલા નાયકૂ માટે 12 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર