ચંદીગઢ: આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને બુધવારે પંજાબના 17મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. સ્વતંત્રા સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકડ કલાંમાં આયોજિત કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ભગવંત માનને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પંજાબના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ ચૂંટણીમાં આપે નોંધાવી 92 સીટો પર જીત
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી હતી અને બે-તૃતિયાંશ બહુમત પ્રાપ્ત કર્યો. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલા પરિણામો અનુસાર આમ આદમે પાર્ટીએ પંજાબની 117 સીટોમાંથી 92 સીટો પર જીત પ્રાપ્ત કરી, જ્યારે કોંગ્રેસ 18 સીટ જ જીતી શકી. શિરોમણિ અકાલી દળે ત્રણ અને ભાજપે 2 સીટ પર જીત પ્રાપ્ત કરી, તો બીજી તરફ એક સીટ બસપા અને એક સીટ અપક્ષે પણ જીતી. 


ભગવંત માને કોમેડિયનના રૂપમાં શરૂ કર્યું હતું કેરિયર
ભગવંત માનના કેરિયરની શરૂઆત એક કોમેડિયનના રૂપમાં થઇ હતી અને તેમણે વર્ષ 2008માં કપિલ શર્માની સાથે ટીવી શો 'ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ' માં ભાગ લીધો હતો. આ શોથી ભગવંત માનને ખૂબ લોકપ્રિયતા મળી. કોમેડી સાથે-સાથે ભગવંતને એક્ટિંગમાં પણ ખૂબ રસ હતો અને તે ફિલ્મોમાં આવ્યા. તેમણે ફિલ્મ 'કચહરી' થી પોતાના કેરિયરની શરૂઆત કરી અને 12 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. 


પંજાબ પીપલ્સ પાર્ટીથી કરી હતી રાજકીય કેરિયરની શરૂઆત
પ્રકાશ સિંહ બાદલના ભત્રીજા અને તત્કાલિન નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલે માર્ચ 2011માં પંજાબમાં પીપલ્સ પાર્ટીની રચના કરી, ત્યારે ભગવંત માન પણ રાજકારણમાં કૂદી પડ્યા હતા અને પીપીપીના સ્થાપક નેતાઓમાંના એક બની ગયા. ફેબ્રુઆરી 2012માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભગવંત માન પીપીપીના ઉમેદવાર તરીકે લેહરાગાગા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા ભગવંત માન
પીપુલ્સ પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટ ન મળી, ત્યારબાદ મનપ્રીત સિંહ બાદલે કોંગ્રેસમાં જોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. તો બીજી તરફ કોંગ્રેસમાં જોડાવવાના બદલે એક અલગ રસ્તો પસંદ કર્યો અને વર્ષ 2014 માં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube