પંજાબ CM ચરણજીત સિંહ ચન્નીએ PM મોદી સાથે કરી મુલાકાત, કૃષિ કાયદાને રદ કરવાની કરી માંગ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને ખતમ કરવાની વાત કરી હતી
નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને ખતમ કરવાની વાત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચન્ની પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની પંજાબ એકમમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ચન્ની રાષ્ટ્રીય રાજધાનીના પ્રવાસ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે.
ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવાને લઇ થઈ વાત- ચન્ની
બેઠક બાદ સીએમ ચન્નીએ કહ્યું કે, 'પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પચારિક રીતે મળ્યો હતો. લાંબી વાતચીત થઈ. પંજાબમાં પ્રોક્યોરમેન્ટ સિઝન શરૂ થઈ રહી છે તે અંગે અમે ચર્ચા કરી. મેં મોદીજીને કહ્યું કે ત્રણ બિલનો ઝઘડો ખતમ થવો જોઈએ. આના પર તેમણે એમ પણ કહ્યું કે તેઓ ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ પણ ઈચ્છે છે. પછી મેં ફરી ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે પાકિસ્તાન અને ભારત કોરિડોર ફરીથી ખોલવાની વાત પણ કરી હતી, જેથી યાત્રાળુઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કેટલીક ઓર્ગેનિક ખેતી પર પણ વાત થઈ હતી. મોદીજીએ પ્રેમ આપ્યો.
OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ
પંજાબના સીએમ ચન્નીની પીએમ મોદી સાથે મુલાકાત
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બેઠકમાં ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓ સામે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે અને કાયદાઓને રદ કરવાની માંગ કરી રહ્યા છે.
પોલીસ અત્યાચારની આ ધટના જાણી હચમચી ઉઠશો, યુવકને ઉપરા છાપરી મારી 22 ગોળીઓ
દિલ્હી પહોંચ્યા સીએમ ચન્ની
પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા છે. તે ટૂંક સમયમાં પીએમ સાથે મુલાકાત કરશે. આ પછી સીએમ ચન્ની કોંગ્રેસ હાઇકમાન્ડને પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube