Weather Update: OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ

ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) મજબૂત થવાના અણસાર છે

Weather Update: OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ

નવી દિલ્હી: ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) મજબૂત થવાના અણસાર છે. આ પહેલા 26 સપ્ટેમ્બરના આંદ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાઓ પર વાવાઝોડા ગુલાબ (Cyclone Gulab) એ ભારે તબાહી મચાવી હતી, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર હવામાન વિભાગ (IMD) ના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે લો પ્રેશર હવે વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) માં બદલાઈ ગયું છે. જે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઇરાનની નજીક સ્થિત છે. વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાત (Gujarat) માં જોવા મળી શકે છે અને આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડું ઘાતક રૂપ ધારણ કરી શકે છે
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, વાવાઝોડું શાહીન આજે (1 ઓગસ્ટ) મોડી રાતથી આવતી કાલ સવાર સુધીમાં ઘાતક રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. IMD ના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં પ્રવેશ કર્યા બાદ આગામી થોડા કલાકમાં વાવાઝોડું શાહીન પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.

90-100 કિમી પ્રતિ કલાકની ગતીથી હવા
આઇએમડીએ જણાવ્યું કે, વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) સક્રિય થયા બાદ 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઈ શેક છે. તેનાથી અરબ સાગરમાં ભારતીય દરિયા કિનારા (Indian Coasts) થી પાકિસ્તાનમાં મકરનના દરિયા કિનારા (Makran coasts) ઓ તરફ આગળ વધવાની આશંકા છે.

દિલ્હીમાં આગામી ત્રણ દિવસ વરસાદની સંભાવના
વાવાઝોડા શાહીન (Cyclone Shaheen) ની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર જોવા મળશે નહીં, પરંતુ તેમ છતાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વરસાદ અથવા છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીના એક અધિકારીએ કહ્યું, દિલ્હીમાં શુક્રવારના સામાન્ય વરસાદ અથવા છૂટોછવાટો વરસાદ સાથે સમાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની વાપસીમાં વિલંબ થવાને કારણે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાન્ય વરસાનું પૂર્વાનુમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news