પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ફરી દેખાડ્યા તેવર, કહ્યું- `ઉપરવાળો ઈચ્છે છે કમજોર CM`
સિદ્ધુ પહેલા જ આવા નિવેદનો કરીને કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવી ચૂક્યા છે. નવી સરકારમાં ઘણી નિમણૂંકોમાં સિદ્ધુની દખલગીરી પણ માનવામાં આવી છે.
ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા પહેલા સિદ્ધુ પોતાના નિવેદનો દ્વારા હાઈકમાન્ડ પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે શીર્ષ પર બેઠેલા લોકોને કમજોર મુખ્યમંત્રી જોઈએ છે, જે તેમના ઈશારે કામ કરી શકે.
સીએમ પદના દાવેદાર છે સિદ્ધુ
નોંધનીય છે કે 6 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. આ પહેલા સિદ્ધુ હાઈકમાન્ડ પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. સિદ્ધુએ જણાવ્યું હતું કે જો નવું પંજાબ બને છે તો તે મુખ્યમંત્રીના હાથમાં છે. આ વખતે સમર્થકોએ મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે. સિદ્ધુએ સમર્થકોને પૂછ્યું કે શું તમને આવા CM જોઈએ છે?
UP Election 2022: આ ચૂંટણી હિસ્ટ્રીશીટરને બહાર રાખીને બનાવશે નવી હિસ્ટ્રી: PM મોદી
પંજાબ કોંગ્રેસ નક્કી કરી શકી નથી સીએમ પદના ઉમેદવાર
સિદ્ધુ પહેલા જ આવા નિવેદનો કરીને કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવી ચૂક્યા છે. નવી સરકારમાં ઘણી નિમણૂંકોમાં સિદ્ધુની દખલગીરી પણ માનવામાં આવી છે. વાસ્તવમાં પંજાબમાં કોંગ્રેસ હજુ સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી કરી શકી નથી. પંજાબમાં આમ આદમી પાર્ટીની તર્જ પર પાર્ટી પર સામાન્ય રાયશુમારીથી સીએમ પદ માટે ઉમેદવાર જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે, સિદ્ધૂ પણ અનેક અવસરો પર કહી ચૂક્યા છે કે સીએમ ઉમેદવાર પર સ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube