ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે અમૃતસરમાં રવિવારે બનેલી ગ્રેનેડ હુમાલાની ઘટનામાં હુમલાખોરની જાણકારી આપનારને 50 લાખ રૂપિયા આપવાની સોમવારે જાહેરાત કરી છે. અદિલવાલ ગામના નિરંકારી ભવન પર થયેલા આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે. હુમલાની તપાસ કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ સોમવારે પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે કિલ્ક કરો: અમૃતસર બ્લાસ્ટ: કોણ છે નિરંકારી સંતો અને કેમ થાય છે તેમના પર હુમલા?


અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સંબંધીત કોઇ પણ જાણકારી પંજાબ પોલીસની હેલ્પલાઇન 181 પર આપી શકાય છે. જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે (19 નવેમ્બર) અમૃતસર જવા રવાના થશે.


રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની એક ટીમ રવિવારની રાત્રે તપાસ અધિકારીઓ અને વિસ્ફોટક જાણકારોની સાથે સ્થળ પર પહોંચી ગઇ હતી. તેમણે પંજાબ પોલીસના મુખ્ય અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે. શહેરની બહારના વિસ્તારમાં રવિવારે બાઇક સવાર બે શખ્સોએ ટોળા પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ વિસ્ફોટમાં એક ઉપદેશક સહિત ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે થેયલા આ હુમલામાં પોલીસ ‘આતંકવાદી ઘટના’ની તપાસ કરી રહી છે.


વાંચવા માટે કિલ્ક કરો: અમૃતસર: નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલામાં મુખ્ય ઉપદેશકનું મોત, FIR નોંધાઇ


પોલીસે જણાવ્યું કે અમૃતસરના રાજાસાંસીની નજીક અદિલવાલ ગામમાં નિરંકારી ભવનમાં નિરંકારી ધર્મની ધાર્મિક સભા દરમિયાન આ હુમલો થયો હતો. આ સ્થળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે. આ ઘટના સમયે નિરંકારી ભવનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. ત્યાં સભા ચાલી રહી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...