એરફોર્સની તાકાત બન્યું રાફેલ, અંબાલા એરબેઝથી 5 વિમાનોએ કરી ફ્લાઈપાસ્ટ
5 ધર્મોના ધર્મગુરૂએ રાફેલની પૂજા કરાવી હતી. ત્યારબાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના રક્ષામંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, એરફોર્સ ચીફ ભદૌરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા.
અંબાલાઃ રાફેલ વિમાન આજે ઔપચારિક રૂપથી વાયુસેનાના લડાકૂ વિમાનોના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે. રાફેલને અંબાલા એરબેઝ પર 17 સ્કવોડ્રન ગોલ્ડન એરોઝમાં સામેલ કરવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર સવારે 10.20 કલાકે રાફેલની ઇંડક્શન સેરેમનીમાં તેને વાયુસેનામાં સોંપવામાં આવ્યા છે. આ સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેશે. ભારત ચીનની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે આ સિદ્ધિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાફેલ માટે થઈ સર્વ ધર્મ પૂજા
5 ધર્મોના ધર્મગુરૂએ રાફેલની પૂજા કરાવી હતી. ત્યારબાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના રક્ષામંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, એરફોર્સ ચીફ ભદૌરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા.
વાયુસેનાના બેડામાં સામેલ થયું રાફેલ
લડાકૂ વિમાન રાફેલને આજે ભારતીય વાયુસેનામાં ઔપચારિક રૂપથી સામેલ કરવામાં આવ્યું છે. અંબાલા એરબેઝ પર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર કેનેનથી સલામી આપીને રાફેલ વિમાનોને વાયુસેનાના હેડામાં સામેલ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube