નવી દિલ્હી : રાફેલ કેસમાં (Rafale Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો ચૂકાદો આપ્યો છે. રાફેલ કેસમાં (Rafale Deal) પુન: તપાસ જરૂરી ન હોવાનું કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્રની ભાજપ (BJP) સરકાર સામે રાફેલ ડિલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા પુન: તપાસની માંગ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુચર્ચિત રાફેલ ડિલ કેસની સુનાવણી દરમિયાન અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરી અને યશવંત સિંહા સહિત દ્વારા રાફેલ ડીલ મામલે SIT તપાસની માંગ કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, રાફેલ દેશની જરૂરીયાત છે અને અરજીકર્તાની અરજી રદ કરવાની માંગ કરી હતી. 

મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો


કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીમાં મોટું પદ સંભાળે છે. તેમણે નિવેદન આપતી વખતે સાવધાની વર્તવી જોઇએ. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના જૂના ચૂકાદાને લઇને ચૂંટણીના દિવસોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી વિરૂદ્ધ 'ચોકીદાર ચોર હૈ'ના નારાનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની અવગણના અરજી પર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે પુનર્વિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેંચે કેસમાં દાખલ રિવ્યૂ પિટિશન પર 10 મેના રોજ ચુકાદો પેન્ડીંગ રાખી લીધો હતો. સુનાવણી દરમિયાન અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ કેંદ્વીય મંત્રી અરૂણ શૌરી અને યશવંત સિન્હા તથા અન્ય દ્વારા રાફેલ ડીલ મામલે SIT તપાસની માંગ કરવામાં આવી. તો બીજી તરફ કેંદ્વ સરકારે કહ્યું કે રાફેલ દેશની જરૂરિયાત છે અને અરજી નકારી કાઢવાની માંગ કરી. 
સબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ


શું હતો અરજીકર્તાનો પક્ષ?
1.
અરજીકર્તાઓએ કહ્યું કે રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટનું 14 ડિસેમ્બર 2018ના રોજ જજમેન્ટ નકારી કાઢવામાં આવે અને રાફેલ ડીલની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવામાં આવે. પ્રશાંત ભૂષણે આ દરમિયાન કહ્યું કે કેંદ્વ સરકારે ઘણી વાતોને કોર્ટથી સંતાડી હતી. દસ્તાવેજ દર્શાવે છે કે પીએમઓએ ડીલ માટે પોતે વાતચીત કરી, પહેલી નજરમાં મામલો સંજ્ઞેય ગુનો બને છે અને એવામાં સુપ્રીમ કોર્ટના જૂના જજમેન્ટ કહે છે કે સંજ્ઞેય ગુનામાં કેસ દાખલ થવો જોઇએ અને આ મામલે પણ સંજ્ઞેય ગુનો થયો છે. એવામાં સુપ્રીમ કોર્ટને આ મામલે તપાસના આદેશ આપવા જોઇએ. 


2. આ મામલે કેટલીક અરજીઓએ કહ્યું હતું કે ડીલ કેન્સલ થાય. અમારી દલીલ અલગ છે. અમારી દલીલ છે કે સુપ્રીમ કોર્ટે પહેલાંથી લલિતા કુમારી સાથે સંબંધિત વાદમાં વ્યવસ્થા રાખી છે જ્યારે પણ સંજ્ઞેય ગુનો થતો તો કેસમાં એફઆઇઆર થવી જોઇએ. આ ચુકાદાના આલોકમાં અમે કેસની તપાસ ઇચ્છીએ છીએ. કેસમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઇએ. 

22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી


3. ચુકાદો ખોટા તથ્યો પર આધારિત છે કારણ કે કેંદ્વ સરકારે સીલ બંધ કવરમાં ખોટું તથ્ય કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. અહીં સુધી કે સરકારે પોતે કોર્ટ સમક્ષ ચુકાદો આગામી 15 ડિસેમ્બર 2018ના રોજ પોતાની ભૂલ સુધારી ફરીથી અરજી દાખલ કરી હતી.


4. સરકારે ગત નવેમ્બરમાં કહ્યું હતું કે અમે કિંમત ન જણાવી શકીએ અને આગામી વર્ષે જાન્યુઆરીમાં સીએજીના રિપોર્ટમાં કિંમત જણાવવામાં આવી નથી. સરકાર પહેલાંથી કેવી રીતે પુર્વાનુમાન હતું કે સીએજી રિપોર્ટમાં શું નહી હોય. અમે સ્વિકારી લઇએ કે સરકારે ભૂલથી એક તથ્ય રજૂ કર્યું અને ભૂલ સુધારી પરંતુ તે સમજણની બહાર છે કે સરકાર કેવી રીતે પહેલાંથી સમજી લીધું હતું કે સીએજીના રિપોર્ટમાં શું આવવાનું છે.?


5. કેંદ્વ સરકારે અંતિમ કેબિનેટ મીટિંગ અને કોન્ટ્રાક્ટની આઠ શરતોને દૂર કરી હતી અને તે વિશે કેંદ્વએ સુપ્રીમ કોર્ટથી તથ્યો છુપાવ્યા હતા. સરકારે એન્ટી કરપ્શન ક્લોજને કેવી દૂર કર્યા. આ વિશે તેમના જવાબમાં ચુપ્પી કેમ છે? આ એવું ગ્રાઉન્ડ છે જે ચુકાદાને ખરાબ કરે છે. એરક્રાફ્ટની કિંમત, બેંક ગેરન્ટી વગેરે કેસમાં ઇન્ટરનેશનલ નિગોશિયેટિંગ ટીમના ત્રણ ડિફેન્સ એક્સપર્ટથી વિપરિત મત આપ્યો હતો. ડીલમાં કોઇ બેંક ગેરન્ટી, સાવરેન ગેરન્ટી (પરમ ગેરન્ટી) સુધી ન હતી. એટલું જ નહી રાફેલ ડિલિવરીમાં પણ મોડું થયું. 

વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, મેસેન્જર પર ચૂકવણી કરવા માટે 'ફેસબુક પે' લોન્ચ


6. સરકારને તમામ દસ્તાવેજ કોર્ટની સમક્ષ રજૂ કરવા જોઇએ. જ્યારે દસ્તાવેજ સીએજીને શેર કરી શકાય તો સુપ્રીમ કોર્ટને શેર કરી શકાય છે. કેંદ્વ સરકારની આ દલીલની પીએમોએ ફક્ત નિગોશિયેશનને મોનિટર કર્યું હતું તે ખોટું છે. જોકે પીએમઓએ સીધો રોલ પ્લે કર્યો હતો. તેમાં એનએસએએ રોલ પ્લે કર્યો હતો. ઇન્ડીયન નિગોશિયેટિંગ ટીમના વાતચીતના પેરલલ પીએમઓએ નિગોશિયેશનને નબળું કર્યું હતું અને ઘણા નવા તથ્ય સામે આવ્યા છે. પીએમએ નવી ડીલની જાહેરાત કરી હતી. આ દરમિયાન ફ્રાન્સિંસ સરકારે તેમણે (અંબાણી) ટેક્સમાં છૂટ મળી હતી. 


7. અરજીકર્તા અરૂણ શૌરીએ કહ્યું કે કેંદ્વ સરકારે શપથ લઇને કોર્ટમાં ખોટું નિવેદન આપ્યું હતું. સરકાર કહે છે કે તે સીએજીના દસ્તાવેજ શેર કરી રહી છે અને કરી સહ્કે છે પછી કોર્ટને કેમ શેર ન કરી શકે? કેંદ્વ સરકારે જે ખોટા તથ્ય કોર્ટ સમક્ષ રજૂ કર્યા તેથી ચુકાદામાં ખામીઓ થઇ છે. કોર્ટે સરકાર પર વિશ્વાસ કર્યો પરંતુ સરકારે કોર્ટનો વિશ્વાસ તોડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV