સબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ

સબરીમાલા મંદિર (Sabrimala Temple) મુદ્દે પુનર્વિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરૂવારે ચૂકાદો સંભળાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી પર કોર્ટમાં સુનાવણી બાદ 6 ફેબ્રુઆરી 2019ના રોજ ચૂકાદો પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.

સબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ

નવી દિલ્હી: સબરીમાલા મંદિર (Sabrimala Temple) મુદ્દે પુનર્વિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરૂવારે ચૂકાદો સંભળાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી પર કોર્ટમાં સુનાવણી બાદ 6 ફેબ્રુઆરી 2019ના રોજ ચૂકાદો પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ આપવામાં આવેલા આદેશમાં દરેક ઉંમરની છોકરીઓ અને મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપી હતી. તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. 

1. આ મામલે કુલ 65 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમાં 56 રિવ્યૂ પિટિશન છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ રોહિંટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડ અને જસ્ટિસ ઇંદૂ મલ્હોત્રાની બેંચે રિવ્યૂ પિટિશન પર સુનાવણી થઇ. 

2. પહેલાં કેરલના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી માંડીને 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરના ચૂકાદા બાદ તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવી. કેરલમાં ઘણા સંગઠનોએ ચૂકાદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યું અને ડઝનો પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી. 

3. સુપ્રીમ કોર્ટના જૂના ચૂકાદા વિરૂદ્ધ દલીલો આપવામાં આવી કે સંવિધાનની કલમ-15 નાગરિકોને તમામ સાર્વજનિક સંસ્થાઓમાં પ્રવેશનો અધિકાર આપે છે પરંતુ આ કલમમાં ધાર્મિક સંસ્થાઓ સામેલ કરવામાં આવી નથી. કલમ-15 (2) સાર્વજનિક પ્રતિષ્ઠાનોમાં પ્રવેશમાં ભેદભાદને અટકાવે છે. આ સંસ્થા સેક્યુલર કેટેગરીમાં આવે છે. ધાર્મિક સંસ્થા તેમાં સામેલ નથી. 

4. સંવિધાનિક બેંચના ચૂકાદામાં ફરીથી વિચાર કરવાની જરૂર છે. સંવિધાનની કલમ સમાજમાં અસ્પૃશ્યતાને ખતમ કરવાની વાત કરે છે અને તે જોગવાઇનો આ મામલે ખોટો ઉપયોગ થયો છે કારણ કે કોઇ વિશેષ ઉંમરની મહિલાના પ્રવેશ પર બેન જાતિગત અવધારણા પર આધારિત નથી. કલમ-17 અસ્પૃશ્યતાના ઉન્મૂલનની વાત કરે છે. 

5. સબરીમાલા મંદિરમાં જે મૂર્તિ છે તેના ચરિત્રને જોવું પડશે અને આ પાસા પર વિચાર કરવો પડશે. દરેક દેવતાઓને પોતાનું ચરિત્ર છે. સબરીમાલામાં દેવતાનું ચરિત્ર નેસ્ટિક બ્રહ્મચારીનું છે. દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે કે તે મંદિરમાં પૂજા કરે પરંતુ પૂજાની રીત જે નક્કી છે તે મુજબ પૂજા અર્ચના કરવાની હોય છે. 

6. માસિક ધર્મની ઉંમરવાળી મહિલાઓને મંદિરમાં પ્રવેશથી વર્ચિત કરવું અનૈતિક નથી પરંતુ આ ધાર્મિક પરંપરા છે. અરજીકર્તા ત્રાવણકોર દેવસ્વઓમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ દ્વારા સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ દેવતાના ચરિત્રને જોવું પડશે. તે બ્રહ્મચારી છે. હિંદુઓમાં પ્રત્યેક દેવતાઓની પૂજા અને અર્ચનાની રીત હોય છે. 

7. આસ્થાના મામલે કોર્ટ કોઇ સમુદાય વિશેષને એક વિશેષ રીતે ધર્મનું પાલન કરવાનો નિર્દેશ ન આપી શકે. આ ધાર્મિક સમુદાયનો મુદ્દો છે જે તેમનો આંતરિક મુદ્દો છે. કોઇ વિશેષ સમુદાયને કોર્ટ આદેશ ન આપી શકે કે તે ધાર્મિક પરંપરાઓનું વિશેષ રીતે પાલન કરે. 

8. પુનર્વિચાર અરજીના વિરોધમાં દલીલ આપવામાં આવી કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને રિવ્યૂનો કોઇ આધાર નથી. તેમાં કોઇ કાનૂની પાસા ઉઠાવવામાં આવ્યા નથી. તો બીજી તરફ હંસારિયાએ કહ્યું કે રિવ્યૂ અરજી દ્વારા ફરીથી કેસને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક નક્કી ઉંમરની મહિલાઓનો પ્રવેશને વર્જિત કરવો હિંદુ ધર્મનું અભિન્ન અંગ નથી. રિવ્યૂ પિટિશનનો તે વિરોધ કરે છે. 

9. ત્રાવન કોર દેવાસમ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે કોઇપણ પ્રેક્ટિસ સમાનતાના અધિકારથી વંચિત ન કરી શકે. મંદિરમાં પ્રવેશ કરનાર બંને મહિલાઓના બિંદુ અને કનકદુર્ગા દ્વારા કહેવામાં આવ્યું કે તેમણે આ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ મંદિરમાં દાખલ થઇ હતી તો ત્યારબાદ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. તેથી એ ખોટું લાગે છે કે માસિક ધર્મવાળી મહિલાઓ અશુદ્ધ અને પ્રદૂષિત છે તે દુખદ છે. 

10. બિંદુની માતાને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ બંને સામાજિક બહિષ્કારનો શિકાર થયો છે. આ બંને મહિલાઓને અસ્પૃશ્યતાનો શિકાર બનવું પડે છે કારણ કે તેમના પ્રવેશ બાદ મંદિરમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ભગવાન અયપ્પા મહિલા અને પુરૂષોમાં ભેદ રાખતા નથી. 

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો
પોતાના ઐતિહાસિક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ કહ્યું હતું કે કેરલના સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એક ચતૃથાંશ બહુમતના ચૂકાદામાં કહ્યું હતું કે 10 વર્ષથી માંડીને 50 વર્ષની ઉંમરની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પર બેન લિંગના આધાર પર ભેદભાવવાળી પ્રથા છે અને આ હિંદુ મહિલાઓના મૌલિક અધિકારનું હનન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news