Republic Day parade 2021: ગણતંત્ર પર ભારત કરશે શક્તિ પ્રદર્શન, આ વર્ષે પરેડમાં સામેલ થશે રાફેલ
આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડ (Republic day parade) માં વાયુસેનાના કુલ 38 વિમાન સામેલ થશે અને ચાર વિભાન ભારતીય થલ સેનાના હશે. મહત્વનું છે કે પાછલા વર્ષે ફ્રાન્સથી આઠ રાફેલ જેટ વિમાન ભારત આવ્યા છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર આયોજીત થનાર પરેડમાં આ વખતે લડાકૂ વિમાન રાફેલ (Rafale) પણ સામેલ થશે. ફ્લાઈપાસ્ટનું સમાપન રાફેલ વિમાનની ઉડાન સાથે થશે. પરેડમાં ફ્લાઈપાસ્ટનું સમાપન વર્ટિકલ ચાર્લી ફોર્મેશનમાં ઉડાનથી થશે. વાયુસેનાના વિંગ કમાન્ડર ઇંદ્રનીલ નંદીએ સોમવારે જણાવ્યુ કે, 'વર્ટિકલ ચાર્લી' ફોર્મેશન હેઠળ વિમાન નિચલા અક્ષાંશોથી ઉપર તરફ ઉડાન ભરે છે અને કલાબાજી કરતા ઉપરી અક્ષાંશો પર જાય છે. આ ફ્લાઈપાસ્ટમાં એક રાફેલ ઉડાન ભરશે.
આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડ (Republic day parade) માં વાયુસેનાના કુલ 38 વિમાન સામેલ થશે અને ચાર વિભાન ભારતીય થલ સેનાના હશે. મહત્વનું છે કે પાછલા વર્ષે ફ્રાન્સથી આઠ રાફેલ જેટ વિમાન ભારત આવ્યા છે. ભારતે ફ્રાન્સ પાસેથી આવા 36 રાફેલ ખરીદવાનો સોદો આશરે 59000 કરોડમાં કર્યો છે. આગામી બે વર્ષની અંદર 36 રાફેલ વાયુસેનામાં સામેલ થઈ જશે. આ વિમાનો સામેલ થયા બાદ વાયુસેનાની શક્તિમાં મોટો વધારો થશે.
આ પણ વાંચોઃ West Bengal Election: કેન્દ્રીય મંત્રીના રોડ-શોમાં BJPના કાર્યકર્તાઓ પર પથ્થરમારો
ખાસ કરીને જે રીતે લદ્દાખમાં ચીનની સાથે તણાવ ચાલી રહ્યો છે, તેમાં ભારતને હવાઈ શક્તિમાં વધારો મળશે. આ લડાકૂ વિમાનમાં મેટયોર, સ્કલ્પ, માઇકા જેવી મિસાઇલ લાગ્યા બાદ આ જેટ ખતરનાક થઈ જાય છે જે હવાથી હવા અને જવાથી જમીન પર દુશ્મનોને નષ્ટ કરી શકે છે. એટલું જ નહીં આ વિમાન એક સાથે ઘણા મિશનને અંજામ આપી શકે છે.
અટારી બોર્ડર પર આ વર્ષે કોઈ સંયુક્ત પરેડ નહીં
સમાચાર એજન્સી એએનઆઈના હવાલાથી જાણવા મળ્યું કે, આ વર્ષે અટારી બોર્ડર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સંયુક્ત કે શેર પરેડ થશે નહીં. આ પહેલા બંન્ને દેશ ગણતંત્ર દિવસના અવસર પર પોતાની સરહદોની બંન્ને તરફથી એક સાથે પરેડ કરતા હોય છે. કોવિડ-19ના પ્રતિબંધોને કારણે આ વર્ષે અટારી પર જનતાને ભેગા થવાની મંજૂરી આપવામાં આવી નથી. સીમા સુરક્ષા દળ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, ગણતંત્ર દિવસના અવસર પર કોઈ સંયુક્ત પરેડ થશે નહીં. હાલ સરહદ પર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી પાકિસ્તાને પોતાની જનતાને બોલાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સાથે જારી તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે વિભિન્ન અવસરો પર તેને મિઠાઈ આપવાનું બંધ કરી દીધુ હતું. બીએસએફના સૂત્રએ દાવો કર્યો કે, આ સપ્તાહે ગણતંત્ર દિવસના આયોજનને લઈને બંન્ને દેશો વચ્ચે બેઠક થવાની છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube