નવી દિલ્હી: ચીન(China) સાથે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. જે ફાઈટર વિમાનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે ત્યાંથી તેઓ ભારતની ઉડાણ ભરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને અધિકૃત રીતે આ તમામ રાફેલ વિમાન ગત વર્ષે મળી ગયા હતાં. જે સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચીને પૂજા અર્ચના કરીને વિધિવત રીતે તેમનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય વાયુસેનાના જાબાંઝ વીરો તેની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં. હવે વાસુસેનાને આ વિમાનો મળ્યા છે. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ આ તમામ વિમાન અંબાલા એરબેસ પર રાખવામાં આવશે. આ માટે બધવારે રાફેલ ફાઈટર જેટ ત્યાં પહોંચશે.


ગણતરીના કલાકોમાં સાત હજાર કિમીનું અંતર કાપ્યું
ફ્રાન્સથી ભારની મુસાફરી રાફેલ માટે સરળ નથી. કારણ કે તે 7000 કિમીની મુસાફરી કર્યા બાદ અંબાલા બેસ પર પહોંચશે. આ જ કારણ છે કે ઉડાણ ભર્યા બાદ એકવાર રાફેલમાં હવામાં ઈંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ એક સ્ટોપ UAEના બેસ પર રાખ્યું. ત્યારબાદ તે બુધવારે ભારત માટે રવાના થશે. 


તૈયાર છે અંબાલા એરબેસ
અંબાલા એરબેસને પણ રાફેલના આગમન પ્રમાણે તૈયાર કરી દેવાયું છે. રાફેલ વિમાનના ભારતમાં આગમનને ધ્યાનમાં રાખીને અંબાલા એરબેસ માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. અંબાલા એરબેસના 3 કિમીના દાયરાને નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે. એરબેસના 3 કિમીના દાયરામાં ડ્રોન કે અન્ય કોઈ પણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પણે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કોઈ તેનો ભંગ કરશે તો તેને પર કાર્યવાહી કરાશે. 


નોંધનીય છે કે મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે રાફેલ વિમાનની પહેલી ખેપ અંબાલામાં તૈનાત કરવામાં આવી રહી છે. જે ચીન બોર્ડરથી 300 કિમીના અંતરે  છે અને આવામાં જો જરૂર પડશે તો ગણતરીની મિનિટોમાં રાફેલને બોર્ડર પર પહોંચાડી શકાય છે. એટલે કે જો દુશ્મન કોઈ પણ નાપાક હરકત કરશે તો તેના પર એક્શન માટે ભારત સંપૂર્ણ પણે તૈયાર છે. 


ભારતને ફ્રાન્સથી કુલ 36 રાફેલ વિમાન મળવાના છે. જેમાંથી 5 અત્યારે મળ્યાં. બીજા 10 રાફેલ વિમાન આ વર્ષે મળે તેવી શક્યતા છે. જ્યારે તમામ 36 વિમાનની ડિલિવરી 2021 સુધીમાં પૂરી થઈ શકે છે. 


રાફેલ બનાવશે ભારતીય વાયુસનાને શક્તિશાળી
નોંધનીય છે કે રાફેલ ફાઈટર વિમાન હાલના સમયમાં દુનિયાનું સૌથી શાનદાર, ઘાતક (ડેડલી) ફાઈટર વિમાન ગણાય છે. રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલમાં 3 પ્રકારની મિસાઈલ લાગેલી હશે. હવામાંથી હવામાં માર કરનારી મીટિયોર મિસાઈલ, હવામાંથી જમીનમાં માર કરનારી સ્કેલ્ફ મિસાઈલ અને ત્રીજી છે હેમર મિસાઈલ. આ મિસાઈલોથી લેસ થયા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડશે. 


રાફેલમાં લાગેલી મીટિયોર મિસાઈલ 150 કિમી અને સ્કેલ્ફ મિસાઈળ 300 કિમી સુધી નિશાન સાધી શકે છે. જ્યારે HAMMER એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે થાય છે. આ મિસાઈલ આકાશથી જમીનમાં વાર કરવા માટે અત્યંત કારગર નિવડે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube