એક સમયે ભેગો કરતા હતા કચરો, હવે બન્યા ચંડીગઢના મેયર, જાણો કોણ છે આ શખ્સ
ગરીબો અને અનુસૂચિત જાતી માટે સંઘર્ષ કરનાર રાજેશનું શરૂઆતનું જીવન ગરીબી અને અભાવોમાં પસાર થયું છે. પિતા સફાઇ કર્મચારી હતા અને માતા કચરો ભેગો કરતી હતી. સાત ભાઇ-બહેનોનું પાલન-પોષણ તેમના માટે સરળ ન હતું.
ચંડીગઢ: કચરાના ઢગલાથી ક્યારેક કાગળ ભેગા કરનાર રાજેશ કાલિયા હવે ચંડીગઢના 25માં મેયર બની ગયા છે, પરંતુ આ મુસાફરી એટલી સરળ ન હતી. ગરીબો અને અનુસૂચિત જાતી માટે સંઘર્ષ કરનાર રાજેશનું શરૂઆતનું જીવન ગરીબી અને અભાવોમાં પસાર થયું છે. પિતા સફાઇ કર્મચારી હતા અને માતા કચરો ભેગો કરતી હતી. સાત ભાઇ-બહેનોનું પાલન-પોષણ તેમના માટે સરળ ન હતું. એવામાં બાળપણમાં સ્કૂલની જગ્યાએ રાજેશ કાલિયા તેમના ભાઇ-બહેનની સાથે ડડ્ડૂમાજરાના ડંપિંગ ગ્રાઉન્ડમાં કચરામાંથી કાગળ ભેગા કરતા હતા. ત્યાંથી મળતો સામાન ભેગો કરી તેને વેચતા હતા. તેમાંથી થતી આવકથી પિતાને મદદ મળતી હતી. તેનાથી તેઓ તેમના પરિવારને ખવડાવતા હતો.
વધુમાં વાંચો: મોદી સરકારની સમગ્ર દુનિયામાં ‘જય-જય’, ‘સૌથી નબળા દેશો’માંથી બહાર નિકળી રચ્યો ઇતિહાસ
રાજેશ કાલિયાનો જન્મ સોનીપતના એક નાના ગામમાં થયો હતો. તેમણે જી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ એક દિવસ ચંડીગઢના મેયરની ખૂર્શીને સંભાળશે. બાળપણથી રાજકારણમાં વલણને કારણે કાલિયા ધીરે-ધીરે ભાજપ નેતાઓના સંપર્કમાં આવ્યા અને હવે પાર્ટીના વફાદાર વર્કર બની ગયા છે. ભાજપની તરફથી કાલિયાને પહેલા કાઉન્સિલર અને હવે મેયર બનાવીને તેનું ઇનામ પણ આપ્યું છે. રાજેશ કાલિયાએ કહ્યું કે આજે હું જે કંઇ પણ છું હું, આ બધુ જ ભાજપે આપેલું છે. ભાજપ જ એક એવી પાર્ટી છે, જે ચાવાળાને પ્રધાનમંત્રી અને કચરો ભેગો કરનારને મેયર બનાવી શકે છે.
કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, MLA આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત: સૂત્ર
ડડ્ડૂમાજરામાં વસવાટ કરતા રાજેશ કાલિયએ જણાવ્યું કે તેમના પિતા 1975માં પરિવારને સોનીપતથી ચંડીગઢ લઇ આવ્યા હતા. તેમના પિતા સફાઇ કર્મચારી હતા. જે પંજાબ સરકારથી સેવાદારના પદથી રિટાયર્ડ થઇ ગયા છે. તેમણે બધા ભાઇ બહેનોનો 12માં ધોરણ સુધી અભ્યાસ કરવ્યો હતો. રાજેશ કુમાર કાલિયા ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષ 1984થી જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે રામ જન્મ ભૂમિને લઇને કરવામાં આવેલા સંઘર્ષના કારણે તમણે 15 દિવસ આગ્રાની જેલમાં પણ રહેવું પડ્યું હતું.
વધુમાં વાંચો: કુંભના કારણે UPને મળશે 1.2 લાખ કરોડની આવક, 6 લાખ રોજગારીનું થશે સર્જન
કોલિયા ભાજપમાં એસસી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. કાલિયા ગત 30 વર્ષથી ભાજપ અને આરએસએસની સાથે જોડાયેલા છે. 2011માં યોજાયેલ નગર નિગમ ચૂંટણી લડ્યા પરંતુ ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2016માં ફરી એકવાર કાઉન્સિલર બન્યા અને હવે રાજેશ કાલિયા સીટી બ્યૂટીફુલના મેયર બનાવવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: VIDEO મમતા બેનરજીની રેલીમાં શરદ યાદવે માર્યો મસમોટો લોચો, ભાજપે કહ્યું- આભાર શરદજી!
રાજેશ કાલિયાની રાજકીય સફર ઘણી લાબી રહીં છે. ત્યારે તેમની સાથે વિવાદોનો જુનો સંબંધ પણ રહ્યો છે. તેમનું નામ ઘણા ગુનાહિત મામલે સામે આવ્યું છે. જેના કારણે તેમને વિપક્ષે ઘરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મેયર બનવા માટે પણ તેમની પાર્ટીના કેટલાક કાઉન્સિલર તેમની સામે જોવા મળ્યા અને કોર્સ વોટિંગ પણ કર્યું પરંતુ રાજેશ કુમાર કાલિયાનું કહેવું છે કે તેઓ દરેક જગ્યાએ પાર્ટી માટે ઇમાનદારીથી ઉભા રહ્યાં હતા. રાજેશ કાલિયાએ જણાવ્યું કે 1996માં તેમણે લવ મેરેજ કર્યા હતા. તેમની પત્ની સામાન્ય વર્ગથી હતી જ્યારે તેઓ વાલ્મીકિ પરિવારથી છે. રાજેશ કાલિયાને ત્રણ દિકરીઓ છે. જે હાલમાં અભ્યાસ કરી રહી છે અને મોટી દિકરી પણ રાજકારણમાં સક્રિય છે.
વધુમાં વાંચો: વિપક્ષ અત્યારથી જ પરાજયનાં બહાના શોધે છે, EVM પર મઢશે દોષ
ચંડીગઢના ડડ્ડૂમાજરામાં ડંપિંગ ગ્રાઉન્ડ ચંડીગઢ વાસીઓ માટે સૌથી મોટી મુશ્કેલી છે. રાજેશ કાલિયાએ કહ્યું કે ડંપિંગ ગ્રાઉન્ડને હટાવવું તેમની પ્રથાતમિકા છે.