નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા રાહુલ બોઝે હાલમાં જ ફાઇવ સ્ટાર હોટલમાં પીરસવામાં આવેલા 442 રૂપિયાનાં બે કેળાનું બિલ શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. રાહુલે આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર હોટલની મજાક ઉડી રહી છે. આ મુદ્દાને ગંભીરતા જોઇને ચંડીગઢનાં ડેપ્યુટી કમિશ્નર, એક્સાઇઝ-ટેક્સેશન કમિશ્નર મંદીપ સિંહ બરારે હોટલ J W Marriott ની વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રાહુલ બોઝ J W Marriott હોટલમાં રોકાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા સ્નેહી ચાર ધામ જાત્રા પર નથી ને? ભારે વરસાદની આગાહી 7 સ્થળો પર ઓરેન્જ એલર્ટ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મંદીપ સિંહ બરારે જણાવ્યું કે, અમે વીડિયો પર સંજ્ઞાન લીધું છે. રાહુલ બોઝે ટ્વીટર પર જે બિલ પોસ્ટ કર્યું તેના આધારે મે તપાસનાં આદેશ આપ્યા છે. મે આસિસ્ટેંટ એક્સાઇઝ અને ટેક્સેસન કમિશ્નર રાજીવ ચૌધરીને આ મુદ્દે સંપુર્ણ તપાસ કરવા માટેનાં નિર્દેશ અપાયા છે. હોટલનાં હાલનાં ફળ પર GST કઇ રીતે લગાવ્યું? જો હોટલ દોષીત સાબિત થશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. 3


10 હજારથી વધારેના રોકડ વ્યવહાર પર લાગી શકે છે પ્રતિબંધ, PIL દાખલ
લોકસભા: સપા નેતા આઝમ ખાનના આપત્તિજનક નિવેદન પર હંગામો, BJPએ કહ્યું 'માફી માંગો'
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ બોઝ ગત્ત દિવસોમાં કોઇ કામ માટે ચંડીગઢની J W Marriott હોટલમાં રોકાયો હતો. ત્યાં રાહુલે વર્કઆઉટ બાદ 2 કેળા મંગાવ્યા હતા. સાથે હોટલે એક લાંબુ લચક બિલ પણ મોકલી આપ્યું હતું. આ બિલમાં બે કેળા ઉપર 33.75 સેન્ટ્રલ જીએસટી અને 33.75 યુજીએસટી લગાવાયું હતું. જેથી આખુ થઇને 442.50 રૂપિયા થયા હતા. રાહુલે બિલ અંગે નારાજગી વ્યક્ત કરતા 21 જુલાઇનો વીડિયો શેર કર્યો હતો.


'શિવલિંગ પર બેસેલ વિંછી' ના નિવેદન અંગે થરૂરે કોર્ટને કહ્યું કોઇ ગુનો નથી કર્યો
વીડિયોમાં રાહુલે જણાવ્યું કે, કોણ કહે છેકે ફળ તમારા જીવન માટે નુકસાનકારક નથી  ? હું ફાઇવ સ્ટાર હોટલમાંરોકાયેલો છું. અહીં વર્કઆઉટ બાદ બે કેળા ઓર્ડર કર્યા. કેળા સાથે બિલ પણ આવ્યું, જેમાં બે કેળા પર જીએસટી લગાવીને બિલ 442 રૂપિયા કરાયું. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.