નવી દિલ્હી : મોદી સરકારમાં સીબીઆઇનો ઉપયોગ રાજનીતિક હિતો સાધવા માટે થતો હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે તેમ પણ જણાવ્યું કે, મુખ્ય તપાસ એજન્સીનું પતન થઇ રહ્યું છે અને તે પોતે જ જંગ લડી રહી છે. સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા  જણાવ્યું કે, દેશની મહત્વની તપાસ એજન્સી ખતમ થઇ રહી છે. સરકાર પર હૂમલો કરતા ટ્વીટરપર તેમણે એક મીડિયા રિપોર્ટનો હવાલો ટાંક્યો જેમાં કેન્દ્રીય તપાસ પંચ (CBI)માં બીજા નંબરની હેસિયત ધરાવતા અધિકારી રાકેશ અસ્થાનાની લાંચ મુદ્દે આરોપી બનાવવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીએ ટ્વીટ કર્યું, વડાપ્રધાનનાં પસંદના વ્યક્તિ, ગોધરા સીટનો ચર્ચિત ચહેરો, સીબીઆઇમાં બજા નંબરની હેસિયત ધરાવતા ગુજરાત કેડરનાં અધિકારી, હવે લાંચ લેતા પકડાયા છે. આ વડાપ્રધાનનાં શાસનમાં સીબીઆઇ રાજનીતિક દ્વેષ લેવાનું હથિયાર બની ગઇ છે. એક સંસ્થા જે પતનની તરફત વધી રહી છે તે હવે પોતાની જાત સાથે જ જંગ લડી રહી છે. 

કોંગ્રેસ અધ્યક્ષ અને તેમની પાર્ટી અસ્થાનાને સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર નિયુક્ત કરવા મુદ્દે વડાપ્રધાન મોદી પર સતત શાબ્દિક પ્રહારો કરતુ રહ્યું છે. અધિકારીઓએ રવિવારે કહ્યું કે, એક વચેટિયા પાસેથી કથિત રીતે લાંચ લેવા માટે પોતાનાં સ્પેશ્યલ ડાયરેક્ટર પર જ કેસ દાખલ કર્યો. અસ્થાના પર આરોપ છે કે મીટ નિકાસકાર મોઇન કુરેશીની સંડોવણીવાળા કિસ્સાની એક તપાસમાં કુરેશીની રાહત આપવાના ઇરાદાથી આ લાંચ લેવાઇ હતી. કુરેશી વિરુદ્ધની તપાસ અસ્થાના જ સંભાળી રહ્યા છે. 

રાકેશ અસ્થાનાનાં બચાવમાં ઉતરી CBI
સીબીઆઇનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વિરુદ્ધ લાંચ લેવાનો કેસ દાખલ થયા બાદ વાત વણસી રહી છે. આ મુદ્દે સીબીઆઇ પહેલીવાર પોતાના તરફથી સ્પષ્ટતા કરી હતી. સીબીઆઇએ પોતાનાં ડાયરેક્ટર આલોચ વર્માને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનાં આરોપોના બચાવત કરતા કહ્યું કે, તેની વિરુદ્ધ લગાવાયેલા આરોપ મિથ્યા અને દુર્ભાગ્યપુર્ણ છે. સીબીઆઇએ અસ્થાનાની વિરુદ્ધ લાંચ લેવાનો કેસ દાખલ કર્યો છે. 

સીબીઆઇનાં બે અધિકારીઓ વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રાહ
અસ્થાનાએ કેબિનેટ સચિવ અને કેન્દ્રીય સતર્કતા પંચને પત્ર લખીને સીબીઆઇનાં નિર્દેશક આલોક વર્માની વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ગોટાળાને ઘટાડવા ઓછામાં ઓછા 10 કેસનો ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઇનાં પ્રવક્તાએ મોડી રાત્રે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, સતીશ સાનાની વિરુદ્ધ એલઓસી ઇશ્યું થયાની માહિતી સીબીઆઇનાં નિર્દેશકને નહોતી, જેવા આરોપો યોગ્ય નથી. ડીસીબીઆઇએ 21 મે 2018નાં રોજ એલઓસી ઇશ્યું કરવાનો પ્રસ્તાવને જોયો અને તેના પર સહી પણ કરી. તેમણે કહ્યું કે, આરોપ છે કે સીબીઆઇનાં ડાયરેક્ટરે સાનાની ધરપકડ અટકાવવા માટેનો પુરતો પ્રયાસ કર્યો હતો, તે વાત ખોટી અને દુર્ભાવનાપુર્ણ છે.