નવી દિલ્હીઃ કોંગ્રેસમાં નેતૃત્વને લઈને આંતરિક વિવાદ વચ્ચે નવા અધ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે શનિવારે કોંગ્રેસ નેતાઓની બેઠક થઈ જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સભ્યો તથા અન્ય પદાધિકારી હાજર રહ્યાં હતા. બેઠકમાં હાજર નેતાઓએ પોતાની વાત રાખી. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, બેઠકમાં હાજર તમામ નેતા ઈચ્છતા હતા કે રાહુલ ગાંધી બીજીવાર પાર્ટીની કમાન સંભાળે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, આ મુદ્દાને પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા પર છોડી દેવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં પાર્ટીના લગભગ તમામ નેતાઓએ રાહુલને વિનંતી કરી કે તે ફરીથી પાર્ટીની કમાન સંભાળે. તેના પર રાહુલે કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષને ચૂંટવાનો નિર્ણય ચૂંટણી પ્રક્રિયા પર છોડી દેવો જોઈએ. સૂત્રો પ્રમાણે રાહુલને કમાન સોંપવાની તરફેણ કરનાર નેતાઓમાં ઘણા એવા વરિષ્ઠ નેતા સામેલ હતા જેણે સક્રિય નેતૃત્વ અને વ્યાપક સંગઠનાત્મક ફેરફારની માંગ કરતા થોડા સમય પહેલા એક પત્ર લખ્યો હતો. 


આ પણ વાંચોઃ ફારૂક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ક્રિકેટ કૌભાંડ કેસમાં 11.86 કરોડની સંપત્તિ જપ્ત  


રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બેઠકમાં રાહુલ વરિષ્ઠ નેતાઓના આગ્રહ પર સહમત જોવા મળ્યા. તેમણે કહ્યું કે, હું પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓની વાતનું સન્માન કરુ છું. અધ્યક્ષનો નિર્ણય ચૂંટણી પર છોડી દેવો જોઈએ. તો સોનિયા ગાંધીનું કહેવું છે કે હાલના સમયમાં બધા નેતાઓએ એક સાથે મળીને ચાલવા અને સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનથી લઈને તમામ મુદ્દા પર ચિંતિન શિબિર આયોજીત કરશે. રિપોર્ટ પ્રમાણે આ ચિંતન શિબિરમાં સરકારને ઘેરવાના મુદ્દા પર ચર્ચા થશે. 


10 જનપથમાં યાજાયેલી બેઠક બાદ પવન કુમાર બંસલે કહ્યુ, 'કોંગ્રેસની રણનીતિક બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ. તમામ સ્તરો પર પાર્ટીને કઈ રીતે મજબૂત કરવામાં આવે, તેના પર નેતાઓએ વાત કરી. કોંગ્રેસમાં કોઈ ફૂટ નથી, બધા એક થઈને પાર્ટીમાં ઉર્જા ભરવા માટે પ્રતિબદ્ધ છે.' તેમણે કહ્યું, સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે બધા એક મોટો પરિવાર છીએ અને આપણે પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવુ જોઈએ. 


આ પણ વાંચોઃ CBSE Exam 2021માં થઈ શકે છે મોટા ફેરફાર, Coronaને કારણે લેવામાં આવશે નિર્ણય


વધુ એક મોટા નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વી રાજ ચવ્હાણે જણાવ્યુ કે, પાર્ટીને કઈ રીતે મજબૂત કરવામાં આવે, તેને લઈને આ પ્રથમ બેઠક હતી. શિમલા અને પંચમઢીની જેમ કોન્ક્લેવ થશે. તેમણે કહ્યુ, અમે પાર્ટીના ભવિષ્યને લઈને ચર્ચા કરી. આ એક રચનાત્મક બેઠક હતી જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓએ પાર્ટીની હાલની સ્થિતિ અને તેને મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી હતી. 


બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પી. ચિદમ્બરમ, અશોક ગેહલોત, અંબિકા સોની, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જેવા કોંગ્રેસના મોટા નેતા સામેલ થયા હતા. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા 23 નેતાઓએ આ વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર કરીને પાર્ટીના કામકાજ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક બાદ આ G-23મા સામેલ નેતાઓ તરફથી તત્કાલ કોઈ નિવેદન સામે આવ્યું નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube